नानाछिद्रघटोवरस्थितमहादीपप्रभाभास्वरं,
ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते ।
जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत्,
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ॥

श्री दक्षिनामूर्तिस्तोत्रतम् – 4

પદચ્છેદ : नाना – छिद्र – घटोदर – स्थित – महादीप – प्रभा – भास्वरम्, ज्ञानम्, यस्य, तु, चक्षुरादि – करण – द्वारा, बहिः, स्पन्दते, जानामि, इति, तम्, एव, भान्तम्, अनुभाति, एतत्, समस्तम्, जगत्, तस्मै, श्रीगुरुमूर्तये, नमः, इदम्, श्रीदक्षिणामूर्तये॥

ભાવાર્થ : અનેક છિદ્રવાળું ઉદર ધરાવતા ઘડાની અંદર રહેલા મોટા દીપકની કાંતિ જેવો ઉજ્જવળ પ્રકાશ જેવી રીતે ઘડાની દિવાલમાં રહેલા છિદ્રો દ્વારા બહાર ફેલાય છે તેવી રીતે શરીર સ્થિત સ્વાત્મચૈતન્યરૂપી પ્રકાશ આંખ, કાન વગેરે તમામ જ્ઞાનેન્દ્રિયોરૂપી છિદ્રો દ્વારા બહાર ફેલાય છે અને પદાર્થોને પ્રકાશિત કરે છે, ત્યારે “હું, આ જાણું છું’ તેવું જ્ઞાન થાય છે. આ પ્રમાણે સર્વપ્રથમ અસ્તિત્વ સ્વરૂપે ચિદાત્માના પ્રકાશ્યા બાદ જ તે ચૈતન્યને અનુસરીને જ આ સમગ્ર જગત દૃષ્ટિગોચર થાય છે. તેવા જ્ઞાનસ્વરૂપ શ્રીગુરુમૂર્તિ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર હો.