कुन्देन्दीवरसुन्दरावतिबलौ विज्ञानधामाविभौ,”
शौभाढ्यौ  वरधन्विनौ  श्रुतिनुतौ  गोविप्रवृन्दप्रियौ।”
मायमानुषरुपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ,”
सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हि नः॥

किष्किन्धाकांड श्लोक 1

પદચ્છેદ : कुन्देन्दीवरसुन्दरौ, अतिबलौ, विज्ञानधामाविभौ शोभाढ्यौ, वरधन्वनौ, श्रुतिनुतौ, गोविप्रवृन्दप्रियौ, मायामानुषरुपिणौ, रघुवरौ, सद्धर्मवर्मौ, हितौ, सीतान्वेषणतत्परौ, पथिगतौ, भक्तिप्रदौ, तौ हि, नः॥

અર્થ : મોગરાનાં પુષ્પસમાન સુંદર ગૌર વર્ણ અને નીલકમલના સમાન શ્યામવર્ણ, અત્યંત બળવાન, વિજ્ઞાનના ધામ, શોભા-સંપન્ન, શ્રેષ્ઠ ધનુર્ધર, વેદો દ્વારા વંદિત, ગાય અને બ્રાહ્મણોના સમૂહને પ્રિય, માયાથી મનુષ્યરૂપ ધારણ કરેલા, શ્રેષ્ઠ ધર્મ માટે કવચસ્વરૂપ, સર્વના હિતકારી, શ્રીસીતાજીની શોધમાં લાગેલા, પથિકરૂપ રઘુકુળના શ્રેષ્ઠ એવા શ્રીરામજી અને શ્રીલક્ષ્મણજી બંને ભાઇઓ નિશ્ચયે જ અમને ભક્તિપ્રદ થાઓ.