હે પરમાત્મા !

મારું કોઇ પણ કાર્ય મારી મજબૂરી ન બની રહે.
મારા હૃદયના ભાવ અને મારા હાથે થતાં કાર્યો વચ્ચે કોઇ અંતર ન બની રહે.
મારું દરેક કાર્ય મારા તેમજ અન્યના કલ્યાણ અર્થે થાઓ. ભૂલોના પુનરાવર્તનમાં ક્ષીણ થતી જતી ક્ષણોનો હું રચનાત્મક ઉપયોગ કરી શકું એ મારું સૌભાગ્ય હો.
માત્ર મારી લાલસા અર્થે મારું અસ્તિત્વ ન બની રહો.
મારો એક એક શ્વાસ આપની સપ્રેમ ભેટ છે એ મને યાદ રહે. આપના તરફથી ભેટ સ્વરૂપે મળેલ આ જીવનનો સદ્ઉપયોગ હું કરી શકું એવી સદ્બુદ્ધિ આપજે.

આ પૃથ્વી પર હું આપની કૃપાથી આપનો મહેમાન છું.
ભાડાના ઘર તરીકે રહેવા મળેલ આ શરીરનો ભૂલેચૂકેય
હું માલિક ન બની બેસું એ સદ્બુદ્ધિ મને આપજે.

મારો સ્વભાવ ભૂલકણો છે.

આ પૃથ્વી પર તેં જ મોકલેલો તારો મહેમાન છું.

ભૂલેચૂકેય મારાથી અહીં કાયમી ઘર ન બની જાય એનું ધ્યાન રાખજે.