एको हि रुद्रो न द्वितीयाय तस्थु-
र्य इर्मांल्लोकानीशत ईशनीभिः।
प्रत्यङ् जनास्तिष्ठति संचुकोचान्तकाले
संसृज्य विश्वा भुवनानि गोपाः।।
श्वेताश्वतरोपनिषद – अध्याय 3/2
પદચ્છેદ : एकः, हि, रुद्रः, न, द्वितीयाय, तस्थुः, यः, इमान्, लोकान्, ईशते, ईशनीभिः, प्रत्यङ्, जनान्, तिष्ठति, संचुकोच, अन्तकाले, संसृज्य, विश्वा, भुवनानि, गोपाः॥
અન્વય : यः, ईशनीभिः, इमान्, लोकान्, ईशते, रुद्रः, एकः, हि, द्वितीयाय, न, तस्थुः, जनान्, प्रत्यङ्, तिष्ठति, विश्वा, भुवनानि, संसृज्य, गोपाः, अन्तकाले, संचुकोच।।
અર્થ : જે પોતાની સ્વંયભૂ વિવિધ શક્તિઓ દ્વારા આ બધા જ લોકો ઉપર શાસન કરે છે તે રુદ્ર એક જ છે. બીજું કોઇ તત્ત્વ નથી. (તે પરમાત્મા) બધા જીવોની અંદર અંતર્યામીરૂપે સ્થિત છે. આ બધા જ લોકોની (ભુવનોની) રચના કરીને, તેની રક્ષા કરવાવાળા પરમાત્મા – રુદ્ર પ્રલયકાળમાં બધાને પોતાની અંદર જ સમાવી લે છે.