विश्वं   विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः॥
भूतकृदभूतभृद्भावो भूतात्मा भूतभावनः॥

श्रीविष्णुसहस्रनाम 14

પદચ્છેદ  :          ॐ, विश्वम्, विष्णुः, वषट्कारः, भूतभव्यभवत्प्रभुः, भूतकृत्, भूतभृत्, भावः, भूतात्मा, भूतभावनः॥

અર્થ    :  ॐ   – અક્ષર  એ અવિનાશી પરમાત્મા છે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન સૌનો આધાર છે.

विश्वम्   – જગતનું કારણ હોવાથી બ્રહ્મને જ વિશ્વ કહે છે.

विष्णुः  – સંસારમાં જે કંઇ દેખાય છે, સંભળાય છે તે બધાને વ્યાપ્ત કરીને જે રહેલા છે તેમને વિષ્ણુ કહે છે.

वषट्कारः  – વેદ અનુસાર યજ્ઞમાં વષટ્ ક્રિયા કરવામાં આવે છે. – વષટ્ ભગવાનનું નામ છે. – વષટ્કારાદિ મંત્રોથી દેવતાઓને
પ્રસન્ન કરવામાં આવે છે.

भूतभव्यभवत्प्रभुः  – જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળથી બંધાતા નથી પરંતુ તેના સ્વામી છે.

भूतकृत्  – રજોગુણનો આશ્રય લઇ બ્રહ્મારૂપે જગતની ઉત્પતિ કરે છે અને તમોગુણનો આશ્રય લઇ રુદ્રરૂપે બધુ નષ્ટ કરે છે.

भावः – પરમાત્મા સત્તા સ્વરૂપ તથા ભાવ સ્વરૂપ હોવાથી તેમને ભાવ કહે છે.

भूतात्मा  – બધા જીવોનો આત્મા એટલે કે અંતર્યામી છે.

भूतभावनः  –        જે બધા જીવોને ઉત્પન્ન કર્યા છે તેમની વૃદ્ધિ કરવાવાળા છે.