શ્રી સ્વામી શિવાનંદજી મહારાજ (દાદા ગુરૂ)
પૂજ્ય ગુરુદેવશ્રી સ્વામી શિવાનંદજી મહારાજની જાણીતી વીસ મહત્વપૂર્ણ આધ્યાત્મિક સૂચનાઓ અદભુત રીતે વિગતવાર સમજાવવામાં આવી છે. આવી સૂચનાઓમાં તમામ યોગ,સાધના ,કર્મ ,ભક્તિ ,ધ્યાન અને યોગનો સાર સમાયેલો છે જેને અનુસરવાથી માણસના શારીરિક, માનસિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં પ્રગતિ ઝડપથી થાય છે.
૧.બ્રહ્મ મુહુર્ત
રોજ સવારે 4:00 વાગે ઉઠો. આ બ્રહ્મમુહુર્ત છે. જે સાધના માટે અત્યંત અનુકુળ છે. સવારે 4:00 થી 6.50 અથવા સવારે 7:00 વાગ્યા દરમ્યાન તમારી સવારની બધી આધ્યાત્મિક સાધના કરો. આવી સાધના ઝડપી અને મહત્તમ પ્રગતિ આપે છે
૨ આસન
જાપ માટે પદ્માસન, સિદ્ધાસન અથવા સુખાસનમાં બેસો. અડધો કલાક પુર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને ધ્યાન કરો. સમયગાળો ધીમે ધીમે 3 કલાક સુધી વધારવો. સ્વાસ્થ્ય અને બ્રહ્મચર્યની જાળવણી માટે શીર્ષાસન અને સર્વાંગાસનનો અભ્યાસ કરો. હળવી શારીરિક કસરતો નિયમિતપણે કરો પ્રાણાયામના 20 રાઉન્ડ કરો પ્રાણાયામ કરતી વખતે તમારી જાતને તાણ ન કરો.
૩ જપ
તમે કોઈ પણ મંત્રનું પુનરાવર્તન કરી શકો છો. જેમ કે શુદ્ધ ઓમ, ઓમ નમો નારાયણાય્ શ્રીરામ, સીતારામ શ્રીરામ જય રામ જય જય રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ સર્વન ભવાય નમ:, હરીઓમ, અથવા ગાયત્રી મંત્ર તમારાથી થઈ શકે તેટલીવાર દરરોજ 108 વખત થી 21,600 વખત જાપ કરી શકો છો.
૪ ભોજનમાં શિસ્ત
સાત્વિક આહાર લો મરચાં, આમલી, લસણ, ડુંગળી, ખાટી વસ્તુઓ, તેલ, રાઈ, હિંગ છોડી દો. મિતાહાર લો. વર્ષમાં એક કે બે વાર એક પખવાડિયા માટે મનને સૌથી વધુ ગમે તેવી વસ્તુઓ છોડી દો. સાદો ખોરાક લો. દૂધ અને ફળો એકાગ્રતામાં મદદ કરેં છે. ખોરાક એ શરીર ટકાવવા માટે ની દવા તરીકે લો. એક અઠવાડિયા કે પખવાડિયા માટે મીઠું અને ખાંડ છોડી દો. દાળ માટે વધારાનું મીઠું અને ચા કોફી અને દૂધ માટે ખાંડ ન માંગો. માંસાહારી આહાર લેનારા લોકોએ ધીમે ધીમે શક્ય તેટલું સંપૂર્ણ રીતે માંસ ખાવાનું છોડી દેવાનો પ્રયાસ કરવો જોઈએ
૫ ધ્યાન
ઘરમાં એક રૂમ ધ્યાન માટે રાખો. જો રૂમ ન હોય તો એક ખૂણો પણ ધ્યાન માટે રાખી શકો છો. તેને કાપડનાં નાના પડદાથી અલગ કરી શકો છો. તેમજ ધ્યાન માટેની જગ્યા સંપૂર્ણ સ્વચ્છ હોવી જોઈએ.
૬ સ્વાધ્યાય
ગીતા, રામાયણ,શ્રીમદ્ ભાગવત વિષ્ણુ સહસ્ત્રનામ, આદિવ્ય હ્રદયમ્, ઉપનીષદ, યોગ વસિષ્ઠ અને બીજા કોઈ પણ ધાર્મિક પુસ્તકોનો અડધા કલાકથી 1 કલાક સુધી વ્યવસ્થિત અભ્યાસ કરો અને શુદ્ધ વિચારો અને આચરણ રાખો.
૭ મનને ઉન્નત કરો
જપ અથવા ધ્યાનમાં બેસતા પહેલા તમે જયારે આસનમાં બેસો છો ત્યારે પ્રાર્થનાના શ્લોકો સ્તોત્રો અથવા જપ કરો. તેનું પુનરાવર્તન કરતા મન ઝડપથી ઉન્નત થશે.
૮ બ્રહ્મચર્ય
વિર્ય મહત્વપૂર્ણ શક્તિ છે. તેને ખૂબ જ કાળજીપૂર્વક સાચવો. વિ્ર્ય એ જીવન વિચાર અને બુદ્ધિનો સાર છે. આ સૂચનાનું અવિવાહિત તેમજ વિવાહિત દરેક વ્યક્તિ પાલન કરવું જોઈએ. તેઓ તેમના જીવનસાથી સાથેના વૈવાહિક સંબંધોમાં અત્યંત મધ્યમ હોવા જોઈએ.
૯ દાન
નિયમિતપણે દર મહીને અથવા તો દરરોજ તમારી શક્તિ પ્રમાણે દાન કરો. તમારી અંગત જરૂરિયાતોને ત્યજી દો. પરંતુ આ દાનનો પ્રવાહ નિયમિતપણે ચાલુ રાખો.
૧૦ સત્સંગ
ખરાબ સંગત ધૂમ્રપાન અને દારૂને સંપૂર્ણપણે છોડી દો. પવિત્ર લોકોનો સંગ રાખો. તેમની સાથે સત્સંગ કરો. કોઈ પણ ખરાબ ટેવો ન વિકસાવો. ઇરાદાપૂર્વક સકારાત્મક ગુણો વિકસાવવા માટે પ્રયત્ન કરો.
૧૧. ઉપવાસ
એકાદશી (હિંદુ ચંદ્ર પખવાડિયાનો અગિયારમો દિવસ) પર ઉપવાસ કરો. અથવા ફક્ત દૂધ અને ફળ પર રહો.
૧૨ જાપમાળા
તમારા ગળામાં તમારા ખિસ્સામાં અથવા તમારા ઓશિકા નીચે જપ માળા અવશ્ય રાખો. તે તમને ભગવાનની યાદ અપાવશે. તમારા નવરાશના સમય દરમિયાન માળા ફેરવો. તમે ગમે તે કાર્યમાં રોકાયેલા હો તો પણ મન માં જપનું પુનરાવર્તન કરો.
૧૩. મૌન
દરરોજ 2 કલાક માટે મૌન પાળો. મૌનના સમય ગાળા દરમિયાન હાવ ભાવ કે અસ્પષ્ટ અવાજો ન કરો.
૧૪. વાણીની શિસ્ત
હમેશા સત્ય બોલો. થોડું બોલો પણ મધુર બોલો. હંમેશા પ્રોત્સાહક શબ્દો બોલો. ક્યારે નિંદા ટીકા નિરાશાજનક શબ્દો ના બોલો. તમારો અવાજ મોટો ન કરો. અને ક્યારે બાળકો તેમજ નીચલા વર્ગના કર્મચારીઓ પર ગુસ્સો ના કરો.
૧૫ સંતોષ
તમારી ઇચ્છાઓ ઓછી કરો. સુખી અને સંતોષી જીવન જીવો. બિનજરૂરી ચિંતા ન કરો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવો તમારી પાસે જે કંઈ પણ છે તેનાથી 10 માં ભાગનું પણ જેની પાસે નથી તેના વિશે વિચારો.
- • • • સ્વાનુભવ
આ વાતને લગભગ છ વર્ષ થવા આવ્યાં છે . જમણા થાપામાં અણી ભોંકાતી હોય તેવો દુ:ખાવો રહેતો હતો. ધીમે ધીમે વધતો ગયો અને પગની આંગળીઓ સુધી આખા પગમાં થવા લાગ્યો. શરૂઆત આ રીતે થઈ હતી. દુખાવો એટલો બધો વધતો ગયો કે ના ઉભા રહેવાય, લાંબુ બેસી ન શકાય, સીધા સુવાય નહીં, પડખાંભેર સૂવું પડે,પડખું ફરતાંય આંખમાંથી પાણી નીકળી જાય એવો સખત દુ:ખાવો હતો. ઓર્થોપેડિક ડોક્ટર કહે સાઈટીકા છે. દવાની અસર નહોતી થતી. બીજા ઑર્થોપેડિક ડોક્ટરે એક્સરે કરાવ્યો તો એલ 4_5 મણકાની વચ્ચેની ગાદીમાં સોજો આવેલો. અને સ્પાઇન )આકારમાં વળી ગયેલી એટલે મારું શરીર એકબાજુ વળી ગયેલું. ફિઝિયોથેરાપી ટ્રીટમેંટ થોડી રાહત આપતી ,પણ સારું નહોતું થતું. દુખાવો હવે અસહ્ય થતો ગયો.અને ચાલવાનું પણ લગભગ બંધ થવા લાગ્યુ. લગભગ આઠ મહિના આ સહન કરી ને છેવટે ત્રીજા ઓર્થોપેડિક ડૉક્ટરે ઓપરેશન ની સલાહ આપી. અને કહ્યું કે કાં તો આજ પરિસ્થિતિ સહન કરો અને નહીતર ઑપરેશન કરાવીને સુજેલો ટુકડો કાપીને કાઢી નાખો કાઢી નાખવો એમાં 2-3 ટકા રિસ્ક તો ખરું જ. કાંતો લકવા થઇ જાય અથવા તો શરીર ને બીજું કોઈ પણ નુકસાન થઈ જાય એવી શક્યતા છે. પણ આ વગર કોઈ રસ્તો નથી. ઓપરેશન કરાવવા માટે મન જરાય માનતું નહોતું કે આ તો નથીજ કરાવવું, પણ કમને તારીખ અને સમય લીધા. ડોક્ટર સાથે વાત થયા પછી બીજા જ દિવસે ઓપરેશન માટે દાખલ થવાનું નક્કી થયું પણ અંદરથી ખુબજ ઉચાટ હતો.4:00 વાગે હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું અને લગભગ ૧૧.૩૦વાગ્યાની આસપાસ પૂજ્ય ગુરુજીને ફોન કર્યો કે આવું બન્યું છે અને આજે દાખલ થવાનું અને કાલે ઓપરેશન છે. ગુરુજીએ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને ફોન મોડો કર્યો એ વાત નું દુઃખ પણ હતું. લગભગ દસ મિનિટની વાતચીતમાં એમના વારંવાર શબ્દો હતા કે,” સ્પાઇનને તો અડાય નહીં” આખા શરીરનો આધાર છે. એમાં રતી ભાર પણ કઈ નુકસાન થાય તો બહુ મુશ્કેલી થાય. આપણા શરીરના અન્ય કોઈ ભાગમાં કોઈ કારણ સર સોજો આવી જાય છે તો ઉતરી પણ જાય છે.
ફોન પરની આટલી વાતથી મારું મન મક્કમ જ થઈ ગયું કે હવે ઓપરેશન તો નથીજ કરાવવું. ગુરુજીના સાધક એવા ઓર્થોપેડિક ડોક્ટર પાસે અમને નડિયાદમાં મોકલ્યા તો એમણે ચેકઅપ કર્યું. બંને પગ સીધા ઊંચા થાય છે. સેન્સેશન બરાબર છે, બીજું ચેક અપ કરવાનું હતું તે કર્યું તેમણે કહ્યું કે ઓપરેશનની જરૂર શા માટે છે?
અહીં આ અનુભવ સાથે સાચા અને ઈમાનદાર ડોક્ટરની વાત પણ જાણવા જેવી છે કે, નડિયાદવાળા ડોક્ટરને પોતાની એડીમાં સખત દુ:ખાવો રહેતો હતો. એનાથી તે ઘણા હેરાન થતા હતા. એમના પોતાના ગુરૂ એવા અમદાવાદમાં એક ઓર્થોપેડિક ડોક્ટરને મળવા ગયા. પોતે વિષયના જાણકાર હોવાથી એમને પોતાને ખબર હતી કે એમનો ઈલાજ ઓપરેશનથી થશે. એટલે અમદાવાદવળા ડૉ.ને ઓપરેટ કરવા કહ્યુ. એ ડોક્ટરનો જવાબ હતો કે તું મારો શિષ્ય જેવો નજીકનો છે. હું તારું અહિત નથી ઇચ્છતો,એટલે તું આવીને ટેબલ પર સૂઈ જઈશ તો પણ હું તારું ઓપરેશન નહીં કરું. અને આજ શબ્દો કે ઓપરેશન ની જરૂર શા માટે?
હવે મારી વાત પર આવું કે મારા માટે એમણે દવા લખી આપી અને થોડું સારું લાગ્યું. પણ મૂળ માંથી દુખાવો તો ન જ મટ્યો. મારા સદનસીબે એક ઓળખિતા પાસેથી જાણવા મળ્યું કે એમના પત્નીને આજ વસ્તુ થયેલી અને એમણે વડોદરામાં આયુર્વેદ દવાખાનામાં દવા કરાવેલી.હવે એક વર્ષ થી કોઈ પ્રોબ્લમ નથી. એકદમ સારું છે. એટલે અમે ત્યાં ગયા ત્યાં આયુર્વેદના પંચકર્મના અને રોગના અનુસાર આયુર્વેદિક ઉપચારો એની સાથે દવા અને ત્રીજી વસ્તુ ખાવા પીવાનીચરી. આ ત્રણેય સાથે કરવાથી આ દુ:ખાવો મોટ્યો, અને લાંબા સમય માટે ધીરજથી દવા કરવી પડી હતી. સૌથી પહેલા ગુરુજીને ફોન પર વાત કરી અને વડોદરાની હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ થવા 4:00 વાગે જવાનું માંડી વાળીને સીધા આશ્રમ પર આવેલી આશ્રમના દરવાજાથી ગુરુજી પાસે જવા માટે ચાલવા જેટલી હાલત નહોતી ત્યારે ગુરુજી ધીમે ધીમે થાય તેવા સાત આસનો બતાવ્યા જે આપણી કરોડરજ્જુ માટે સારા છે. હોસ્પિટલમાં આયુર્વેદિક ઉપચારો સાથે રોજ ધીરે ધીરે આસનો કરતી અને ગુરુજીએ સાથે સાથે સમજાવેલું કે આપણી જાતને આપણે ભવિષ્યમાં જેવાં જોવા માગતા હોઈએ એવી જ સ્થિતિની કલ્પના કરવી. એટલે ગુરૂજીના આશીર્વાદથી ઓપરેશનથી બચી ગયેલી અને એમણે જ મક્કમ મનોબળ કરાવ્યું કે હાલની મારી જે હાલત છે તેમાંથી વહેલામાં વહેલી તકે હું બહાર આવી જઈશ. તો ચોથી સૌથી મોટી ગુરૂકૃપા આજ મારા પર થઈ અને લગભગ દોઢથી બે વર્ષમાં હું સ્વસ્થ થઈ ગઈ ગુરુજીના કહેવા પ્રમાણે આસન નહી છોડવાના અને ધીમે ધીમે સૂર્ય નમસ્કાર, ઉષ્ટ્રાસન, ધનુરાસન, ચક્રાસન, શીર્ષાસન વિગેરે આસનો આ શરીર થાય છે. એ માત્ર અને માત્ર ગુરુજીની કૃપા છે. આજે ઘણા બધા લોકોને કમર પર પટ્ટા બાંધેલા જોઉં છું તો એમના દુઃખને સમજી શકું છું. અને શક્ય હોય ત્યાં મારી વાત કરુ છું કે ઈશ્વર કરેં એમને પણ સારું થઇ જાય.
યોગામૃત દ્વારા સૌ સાધકોને આ વાત કરવા પાછળનો આશય છે શક્ય હોય તો સૌથી પહેલાં ગુરુજીનું માર્ગદર્શન લેવું આયુર્વેદના ઉપચાર પર વિશ્વાસ કરવો આહાર પર ધ્યાન આપો અને ગુરુજી પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ.
૧૬ પ્રેમ
ક્યારે કોઈને દુઃખ ના આપો અહિંસા પરમો ધર્મ. પ્રેમ ક્ષમા અને દયા સર્વ વ્યક્તિ પ્રાણી પર રાખો. બીમાર અને ગરીબોની પ્રેમથી સેવા કરો. આ સેવા ભગવાનની સેવા છે.
૧૭. આત્મનિર્ભર બનો
નોકરો પર નિર્ભર ન રહો. સ્વાવલંબી બનો. આત્મનિર્ભરતા એ તમામ ગુણોમાં શ્રેષ્ઠ છે
૧૮ સ્વ વિશ્લેષણ કરો
દિવસ દરમિયાન તમે કરેલી ભૂલો વિશે વિચારો દૈનિક ડાયરીની જેમ આધ્યાત્મિક ડાયરી અને સ્વ સુધારણા રજીસ્ટર રાખો ભૂતકાળની ભૂલો પર ચિંતા ન કરો રાત્રે સૂતા પહેલા આખી દિનચર્યાનું નિરીક્ષણ કરો.
૧૯ તમારી ફરજ બજાવો
યાદ રાખો કે મૃત્યુ દરેક ક્ષણે તમારી રાહ જોઈ રહ્યુ છે તમારી ની ફરજો નિભાવવા માં ક્યારેય નિષ્ફળ ન થાવ. સદાચારનું પાલન કરો.
૨૦ ભગવાનને યાદ કરો
દરરોજ જાગતાંની સાથે જ અને સુતા પહેલા અને અન્ય સમયે કોઈ પણ કામમાં વ્યસ્ત હો કે ના હો તે સમયે ભગવાનનો વિચાર કરો તેમના નામનું હમેશાં સ્મરણ કરો તમારી જાતને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરો.
ઉપરની બધી સૂચનાઓ આધ્યાત્મિક સાધનાનો સાર છે આ બધી જ વસ્તુઓ તમને મુક્તિ તરફ લઈ જશે આ તમામ આધ્યાત્મિક સિદ્ધાંતોનું તમારે સખતપણે પાલન કરવું પડશે.