ભારતીય સંસ્કૃતિ – 5

આખાય વિશ્વમાંની સૌથી જુની અને ચિરંતન જે આપણી સંસ્કૃતિ છે, વિષે આપણે થોડી વાતો કરી રહ્યા છીએ. એક તો કે સંસ્કૃતિની અમુક વિશેષતાઓ છે જેને લીધે ચિરંજીવી છે, બીજું કે એના ઇતિહાસમાં એવા કેટલાય તબક્કાઓ આવ્યા હતા કે જ્યારે આપણને એવું થયું હશે કે હવે સંસ્કૃતિ તો નષ્ટ થઈ જશે અને તે છતાં જેમ કોઈ માણસ આશ્ચર્યકારક રીતે ફરીનેફરી જાણે રાખમાંથી જીવતો થઈ જાય, એવી રીતે સંસ્કૃતિ પણ ફરીનેફરી ઊભી થતી આવી છે.

મારે એક વખત અમેરિકાના Havaii Islands હવાઇ ટાપુસમૂહના એક ટાપુ ઉપર સ્થપાયેલી એક Kauaiક્વાઇ હિન્દુ મોનેસ્ટરી નામની સંસ્થામાં જવાનું થયું હતું.

આપણામાંથી જે સાધકો અથવા આપણે હિન્દુત્વ વિષે જાણીએ છીએ, એમને કલ્પનામાં પણ નહીં આવે કે લોકો ભારતીય હિન્દુત્વનું જ્ઞાન વિશ્વભરમાં ફેલાય, એનો પ્રસાર થાય માટે, એની છબી ફેલાતી રહે માટે આવશ્યક અધ્યયનપૂર્વકના સાહિત્ય સહિતના ભગીરથ કાર્યમાં અભૂતપૂર્વ પ્રયત્નો કરી રહ્યા છે!

લગભગ 1960-1970 માં સ્થપાયેલી સંસ્થામાં 22 જેટલા સંન્યાસીઓ કાર્યરત છે, જેમાં માત્ર એક ભારતીય તમિળ સંન્યાસી છે, પરંતુ મલેશિયાથી ત્યાં ગયા હતા! સંસ્થામાં મૂળ ભારતીય સંન્યાસી એકેય નથી; બીજા સંન્યાસીઓ જુદાજુદા દેશોથી અમેરિકામાં સ્થાયી થયેલા અમેરિકન સંન્યાસીઓ છે.

સંસ્થા Hinduism Today નામનું સુંદર લેખો અને ચિત્રો વાળું ત્રિમાસિક મેગેઝીન પ્રકાશિત કરે છે, ઇન્ટરનેટ પર એની વિગત મળી શકે છે, તમને ક્યારેક ધ્યાનમાં આવે તો જોજો.

આજે ટેકનોલોજીની મદદથી દુનિયા નાની થઈ ગઈ છે, માણસો એક બીજાની નજીક આવી ગયા છે, જાતજાતની માહિતીઓ મેળવી શકે છે, તેથી એકબીજાની વાતોને પણ જાણતા થયા છીએ. એટલે, દુનિયામાં ઘણા લોકોને પ્રશ્ન થાય કે ભારતમાં, હિન્દુઓમાં આટલા બધા દેવો કેમ છે? વળી અમુક દેવો તો પશુઓના શરીરવાળા પણ છે કોઈ મન્કી ગોડ છે, કોઈ એલિફન્ટ ગોડ છે.. આવું બધુ કેવું? હિન્દુઓમાં જાતિ વ્યવસ્થા કેમ છે, પુનર્જન્મ કેમ? Reincarnation કેમ માને છે?

આવા જાતજાતના પ્રશ્નો હું જ્યારે Hinduism Today મેગેઝીન માં વાંચતો હતો, ત્યારે મને આનંદ થયો કે લોકોનું કેટલું બધું ચિંતન છે પૂજાના વૈવિધ્ય વિષે પત્થરની પૂજા, પત્થરના ભગવાન, મૂર્તિ પૂજા, પશુઓની પૂજા, નદીની પૂજા ભારત બહારના દેશોના લોકોને હિન્દુત્વ વિષે, વૈદિક સંસ્કૃતિ વિષે વધુ જાણવાની ઉત્કંઠા પણ જાગે છે અને Hinduism Today સંન્યાસીઓ આવી ઘણી બાબતો વિષે વિશ્લેષણ અને સમાધાન પૂર્વકના લેખો છાપે છે. સંસ્થાએ એક સુંદર, દળદાર પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે How To Become a Hindu? તમે હિન્દુ કઇ રીતે બની શકો? આવું પુસ્તક પ્રકાશિત કરવાનું આપણા દેશમાં કોઈ હિંમત ન્હોતી કરી.

એક બીજું પુસ્તક છે Knapp (સ્ટીફન નેપ)-નું Why Be A Hindu? હિન્દુ શું કામ બનવું જોઈએ? એમાં, લેખકે માત્ર 22 મુદ્દાઓને સરસ રીતે રજૂ કરી કહ્યું છે કે હિન્દુ શું કામ બનવું જોઈએ, હિન્દુ બનવાના ફાયદાઓ કયા અને કેટલા છે? હિન્દુ ના થાઓ તો નુકશાન શું થશે?

ભારતમાં પહેલાં આપણે આવું બધુ કરતાં ડરતા હતા, જાહેરમાં, પત્રિકાઓમાં, આવી વાતો કહી કે લખી નહોતા શકતા, આજે તો પરિસ્થિત ઘણી સુધરી ગઈ છે.

હિન્દુ ધર્મનો જ્યાં ઉદ્ગમ તેવા ભારત દેશમાં આપણે ગર્વથી નથી કહી શકતા કે તમે બધા હિન્દુ બનો, કેમ કે હિન્દુ બનવામાં તમને ફાયદો છે. આપણે હિંમત નથી કરી શકતા, પણ વિદેશીઓ હિંમતથી આખા જગતને કહે છે કે હિન્દુ બનો. માટે એવા ઘણા લોકો છે જે લોકો દિશામાં ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે.

ભારતમાં હિન્દુ વિરોધી કહી શકાય એવા જે બધા કારણો થોડા વર્ષો પહેલાં હતાં, એમાંથી મુખ્ય કારણ તો રાજકારણનું હતું, જેમાં હિન્દુવિરોધી સત્તાધારીઓ, દેશના અને વિદેશના હિન્દુવિરોધી પરિબળોએ સંસ્કૃતિને દબાવવા માટેનું, નષ્ટ કરવા માટેનું ખુલ્લુ ષડયંત્ર ગોઠવી દીધું હતું, અને કામ માટે એમની વેબસાઇટ પણ છે. આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે, અને હિન્દુ વિરોધી પરિબળો વેરવિખેર થઈ ગયા છે, ફરી સંગઠિત થવા ખૂબ પ્રયત્નો કરે છે.

ભારત દેશ બહાર પણ અમુક લોકો છે જેમને ભારતીય, હિન્દુ સંસ્કૃતિ ખૂબ ગમે છે, અને લોકો એને પોતાની રીતે ફેલાવવાના પ્રયત્નો પણ કરતા રહે છે. એમાંના એક David Frawley પણ છે, તમને કોન્સ્ટન્ટ ગાઈડ કરે છે કે તમે (હિન્દુઓ) કઇ રીતે તમારી સમસ્યાઓનું નિરાકરણ કરી શકો, હિન્દુત્વને બચાવવા માટે શું કરી શકો છો, વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે શું કરી શકો છો

વૈદિક સંસ્કૃતિની અન્ય વિશેષતાઓમાં વિશેષતા પણ છે એમાં સામેવાળી વ્યક્તિ સંસ્કૃતિ વિષે જાણવા સ્વયં પ્રેરિત થાય અને પણ કોઈ લાલચ કે ભય વગર (જેમ કે તમે હિન્દુ થાવ, નહીં તો મરશો, અથવા તમે હિન્દુ થાવ તો તમને ફાયદો આપીશું, અમુક લાભ કરાવી આપીશું“.. .. ના, આવું કશું નહીં, અને છતાં સામે ચાલીને લોકો વૈદિક સંસ્કૃતિ સાથે જોડાઈ રહ્યા છે, અને સંસ્કૃતિ માટે હૃદયથી કામ કરી રહ્યા છે તો, આવી બધી વાતો વિષે આપણે થોડી ચર્ચા કરી રહ્યા છીએ.

વેદોને આપણા ઋષિઓએ સનાતન કહ્યા છે, સનાતન વેદોને આધારે જે સંસ્કૃતિ ઊભી થઈ સનાતન સંસ્કૃતિનો, સંસ્કૃતિનો ધર્મ એટલે સનાતન ધર્મ સનાતન એટલે જેનો કોઈ આદિ (શરૂઆત) કે અંત નથી, કેમ કે સનાતન નિયમો ઉપર આધારિત છે, અને નિયમો કોઈ દિવસ બદલાતા નથી જેમ કે સૂર્ય છે, પ્રકાશ આપે છે, જેને કારણે આપણે બધું જોઈ શકીએ છીએ; તો, પ્રકાશના જે ગુણધર્મો છે સનાતન છે, ગુણધર્મો હજારો વર્ષો પહેલાં હતા આજે છે, અને આવતી કાલે પણ રહેશે. એવી રીતે સુવર્ણ (સોનું) છે એના જે ગુણધર્મો પહેલાં હતા, આજે પણ છે, અને ભવિષ્યમાં પણ એવા રહેશે.

આવી રીતે જગતની અંદર સત્ય શું છે? જગતના મૂળમાં રહસ્ય શું છે? આપણે ત્યાં વિષે હજારો વર્ષોથી શોધો થતી આવી છે, અનુસંધાન થતું આવ્યું છે, અને એમાં હજારો અનુભૂત પુરુષો છે; અને મહત્ત્વની વાત તો છે કે વિશ્વમાં એક વૈદિક ધર્મ છે જે ધર્મ તમને એના વિષે પ્રશ્ન કરવાની છૂટ આપે છે, એના વિષે તમારા પ્રશ્નોને આવકારે પણ છે.

એક વખત અમે એક સાધક સાથે ક્યાંકથી આવતા હતા, તો વાતવાતમાં કહ્યું કે એમણે કોઈ યાસીન દલાલનો લેખ વાંચ્યો હશે, ચાર્વાક ચિંતન ઉપર. હવે,6-7 મી સદીનું ચાર્વાક ચિંતન ભૌતિકવાદનું ચિંતન હોવાથી, વૈદિક ચિંતન, વિચારધારાને નથી સ્વીકારતું. સાધક કહે, “ચાર્વાકનું કહેવું છે કે આપણે કોઈ આત્માને, પરમાત્માને જાણતા નથી, એનો અનુભવ પણ નથી કરતા, આપણે તો શરીરને અનુભવીએ છીએ, શરીરની પીડાને, સુખદુ:ખને અનુભવીએ છીએ, એટલે આપણે શરીર માટે કામ કરવાનું, કેમ કે જેને જાણતા નથી, અને આપણે મરી ગયા પછી આપણું શું થવાનું છે, એનો પણ કોઈ અનુભવ નથી,તો આપણે શરીર માટે જીવો, આત્માની વાત આપણે શું કરવા વિચારીએ?”

આવા વિચારોથી ભાઈ બહુ પ્રભાવિત હતા, એટલે મેં કીધું કે વિચાર કંઇ કમજોર કે પાંગળો વિચાર નથી, તો બહુ બળશાળી વિચાર છે, કેમ કે આધુનિક વિજ્ઞાન પણ માને છે, એના કેન્દ્રમાં પણ શરીર છે; ભૌતિક અસ્તિત્વ વિજ્ઞાનના મૂળમાં છે, શરીર અને એમાંના કોષો (cells) મુખ્ય છે, શરીરના કોષો બધુ કંટ્રોલ કરે છે; મન, ચેતના શરીરના પ્રોડક્ટ છે“.

એટલે, પાશ્ચાત્ય વિજ્ઞાન પણ 1500 વર્ષ જુની, ભારતમાં અસ્વીકૃત ચાર્વાકમતવાદી વાતો કહે છે કે શરીર બધું છે, જે અણુઓ (atoms) છે, મોલેક્યૂલ્સ છે એનાથી ચેતના પણ ઉત્પન્ન થાય છે, અને બધાં અનુભવો પણ શરીરથી થાય છે.

આવા નાસ્તિક, ભૌતિક દર્શનથી પછી સમાજમાં જીવનશૈલી પણ એવી ઊભી થઈ હતી. આજે ચાર્વાકોની બાબતમાં બહુ ગ્રંથો નથી મળતા પણ એમની વિચારધારાને સ્પષ્ટ કરતો એક જાણીતો શ્લોક છે यावत् जीवेत सुखं जीवेत् ऋणम् कृत्वा घृतम् पिबेत् ; भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुत: અર્થાત્, સુખેથી જીવો, મોજથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો, (કેમ કે) મરી ગયા પછી કોણે જોયું કે શું થવાનું છે?

પાશ્ચાત્ય વિજ્ઞાનથી અંજાઈ ગયેલું આજનું જીવનદર્શન પણ આવું છે, દર્શન પુનર્જન્મમાં નથી માનતું, મૃત્યુ પછી પણ આપણું અસ્તિત્વ રહેવાનું છે, એવું નથી માનતું એટલે જ્યાં સુધી જીવો લોન લઈને મોજ કરો, ઉધારના પૈસે મોજ કરો!

ભારતમાં સામાન્ય માણસને બેન્કો દ્વારા અપાતી લોન(retail loanઘર, મકાન, લક્ઝરી વસ્તુઓ વિગેરેની ખરીદી માટે), બેન્કોના કુલ ધિરાણના28-30 જેટલી થઈ ગઈ છેજે ધંધાર્થીઓ અને ઉત્પાદકોને અપાતી બેન્ક લોન કરતા પણ વધારે છે!

માણસ લોન લેતી વખતે, કે લોનની મદદથી, માણસને એની ઇચ્છિત વસ્તુઓ ખરીદતા આનંદ થાય છે, પરંતુ લોન લેનારો માણસ કોઈ દિવસ મોજમાં ના રહે અને તો લોન લેનારને ખબર પડે, કેમ કે જેને માથે દેવું હોય સુખેથી જીવી શકે? ના જીવી શકે, એટલે જે દેશોમાં લોકો લોન લઈને જીવે છે, તો એમની ઊંઘ હરામ થઈ ગઈ હોય છે ત્યાં ઊંઘ નથી, કેમ કે બેન્ક કંઇ મફતમાં લ્હાણી કરવા નથી બેઠી બેન્કો તો ધંધા માટે, પોતાને નફોફાયદો થાય માટે વ્યાજે લોન આપે છે પણ સરળ હપ્તેથી! ઇન્સ્યુરન્સ કંપનીઓની પણ આવી વાત છે. જે દેશોમાં લોકો લોન લઈને જીવે છે, એમની ઊંઘ હરામ થઈ ગઈ છે.

એટલે ભારતમાં જૂના જમાનામાં જમીનદારો, પૈસાદારો, પોતાને ત્યાં મજૂરો રાખતા એમને બંધુઆ મજૂર કહેતા, મજૂરોને લોકો કશું વધારે ન્હોતા આપતા માત્ર બેટાઈમ ખાવાનું, પીવાનું અને રહેવાનું આપતા, એમાં પણ ખાવાનું પૂરતું ના આપે; એમના પછી એમનો છોકરો ત્યાં કામ કરે.

મજૂરોનો પણ ઘરસંસારસંબંધો હોય, અને એમાં કોઈને ત્યાં કોઈ પ્રસંગ હોય અને એને પૈસાની જરૂર પડે તો લોકોએ ઉધાર પૈસા લેવા માટે શાહુકાર પાસે જવું પડે. ત્યાં જઈને કહે, “મારે ત્યાં પ્રસંગ છે, મને બેપાંચ હજાર રુપિયા ઉછીના આપો.” શાહુકાર કહે, “અરે! બેપાંચ હજાર કેમ? તારે છોકરી પરણાવવાની છે ને?, હું તને પચાસ હજાર આપું, લઈ જા. અને જો વધારે જોઈતા હોય તો ચિંતા ના કરતો, હું બેઠો છું.” શાહુકાર પૈસા ઉપર વ્યાજ ચઢાવે, અને મજૂર ચૂકવી શકે નહીં, આખું જીવન એનું નીકળી જાય. એના પછી, એના છોકરાને કહે, “તારે તારા બાપનું દેવું ચૂકવવાનું છે, અને પછી છોકરાનું પણ જીવન પૂરું થઈ જાય તો પણ પૈસા ભરપાઈ ના કરી શકે આમ, દેવું પેઢીઓ સુધી ચાલ્યા કરે.

આજે, ધિરાણ કરવા માટે શાહુકારોની જગ્યાએ બેન્કો, બેન્ક ઈતર કંપનીઓ, અન્ય લોકો આવી ગયા છે ગ્રાહકોને પોતાની આવકથી વધારે પૈસા જોઈતા હોય છે, અને બધા દેણદારો (પૈસા આપવાવાળા) બેઠા છે. જાતજાતની આકર્ષક, લોભામણી જાહેરાતો દ્વારા લોકો કહે કે તમને પૈસા જોઈએ છે, ચિંતા ના કરો, અમે બેઠા છીએ, તમે જોઈતા પૈસા લઈ જાઓ. તમે નાના ઘરમાં શું કામ રહો છો, સરસ, મોટો બંગલો લો, પૈસા તો અમે આપીશું.”

ત્યાર પછી માણસને જાતજાતના નવા ઉપકરણો, ગાડી, ટીવી, ફ્રિજ, મોંઘા ફોન, એવું બધું પણ જોઈતું હોય. આમ, લોન લે છે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે તમારા પછી લોન તમારા છોકરાએ નથી ભરવાની હોતી, પણ તમે લાંબા સમય (15-20- વરસ સુધી)ની લોન લીધી હોય તેથી એટલા વર્ષો સુધી તમને ચેન ના હોય, અને જો તમે અવધિ પહેલાં મરી ગયા તો દેવું છોકરા ઉપર નથી આવતું, પણ જે બેન્કે લોન આપી હોય વસ્તુ એની થઈ જાય, લઈ લે, અને અસ્ક્યામત બીજા ગ્રાહકને વેચી દે છે. માનો કે તમે 20 વર્ષ સુધી લોનના પૈસા ભર્યા, એમાંથી બેંકને તો નફો થાય , સાથે અસ્ક્યામત જે બીજાને વેચી દે છે, એમાંથી પણ બેંકને પ્રોફિટ તો થવાનો છે.

તો, આજનું ચિંતન છે, પહેલાંના ચાર્વાકના ચિંતન જેવું છે.

હવે વિચાર કરો કે શું માત્ર શરીર બધુ છે? શું, જીવનના નિર્ણયો, એનું સંચાલન શરીર કે, મસ્તિષ્કના કોષો કરે છે? બધાય પ્રશ્નોના સમાધાનપૂર્વકના ઉત્તરો વૈદિક જ્ઞાન, ચિંતનઆધારિત સંસ્કૃતિમાં છે, બીજે ક્યાંય નથી.

સંસ્કૃતિની બીજી વિશેષતા પણ છે કે પ્રશ્નકર્તા વૈદિક જ્ઞાનચિંતનસંસ્કૃતિ વિષે પ્રશ્ન પૂછી શકે છે ઈશ્વર જેવુ કશું છે નહીં, તો ઈશ્વર જેવું કેમ માનવાનું? વિશ્વના મોટા વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ (Stephen Hawking) તો ત્યાં સુધી કહેતા હતા કે આખી પ્રકૃતિ એની મેળે કાર્યરત છે, autonomous સિસ્ટમથી ચાલે છે. કહે, તમે આગમાં હાથ નાંખો તો દાઝી જશો, અમુક કરશો તો તમુક થશે તો એમાં ઈશ્વરને માનવાની કે વચ્ચે લાવવાની જરૂર ક્યાં છે?

એટલે, વૈદિક સંસ્કૃતિ, વૈદિક સિસ્ટમમાં દરેક પ્રકારના દર્શન (ફિલોસોફી) ને અવકાશ છે, અને જ્યાં સુધી તમે પ્રશ્ન માટે અવકાશ નહીં આપો, અને એમ કહો કે ના, તમે પ્રશ્ન નથી કરી શકતા તો ચિંતનનો વિકાસ અટકી જાય અને એમાં જીવંતતા રહે. વૈદિક સંસ્કૃતિ સિવાયના બીજા ધર્મોમાં ધર્મવિચારમાન્યતા વિષે કોઈ પ્રશ્ન નથી કરી શકતા; એક ધર્મ એવો પણ છે કે તમે એમાં એમના ખુદાના અસ્તિત્વ વિષે પ્રશ્ન કરી ના શકો કે, ખરેખર, ખુદા જેવુ છે ખરું? એમનો જે પવિત્ર ગ્રંથ કહે સાચું, એમાં કોઈ પ્રશ્ન ના જોઈએ, કે એમાં ક્યાંય કશું ખોટું હોઈ શકે ખરું? જો કોઈએ આવું કહેવાનો વિચાર, ઈચ્છા કે હિંમત દર્શાવી તો એનું માથું ના રહે, ગળું કપાઈ જાય!!

માર્ચ 2021માં સમાજના એક પંથના એક આગેવાન વ્યક્તિએ તો એમના ધર્મ ગ્રંથને લઈ સીધી સુપ્રીમ કોર્ટમાં યાચિકા (petition) દાખલ કરી કહ્યું કે એમના પવિત્ર ગ્રંથમાં અમુક આયાતો છે જે ધર્મમાં આતંકવાદ, જિહાદ અને તોફાનો (terrorism, jihadand violence) ને વધુ પ્રોત્સાહન આપે છે. એમના કહેવા પ્રમાણે આયાતો મૂળ ગ્રંથમાં નથી અને ધર્મનો ફેલાવો કરવા માટે અમુક લોકો દ્વારા પાછળથી આયાતો પ્રક્ષેપિત કરાઇ છે, તેથી આયાતો એમના ધર્મગ્રંથમાંથી કાઢી નાંખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ કહીને કે વિષય કોર્ટનો નથી યાચિક ખારીજ કરી.

કોઈ પણ કારણ હશે, આધુનિક 21-મી સદીમાં ધર્મવિરુદ્ધ કહી શકાય એવા કામ માટે વ્યક્તિનું માથું તો કપાઈ નથી ગયું, પરંતુ, એની સામે સખત વિરોધ નોંધાયો છે, અને સમાજના બધા ફિરકાઓએ મળીને એને ન્યાત બહાર કાઢી મૂક્યો છે.

વૈદિક ધર્મ, દર્શનમાં તમે પ્રશ્ન કરી શકો છો તમે પૂછી શકો છો કે ઈશ્વર છે? તમે ઈશ્વરના અસ્તિત્વને નકારી શકો છો કે ઈશ્વર જેવું કશું નથી, મને નથી સમજાતું તો, એને પણ વૈદિક સંસ્કૃતિ સ્વીકારે છે.

ભારતમાં મુખ્ય દર્શનોમાનું એક દર્શન છે મીમાંસાદર્શન, ચુસ્ત વૈદિક દર્શન કહેવાય છે, અને તેથી મીમાંસકોની જેટલી પાકી નિષ્ઠા વેદોમાં છે એવી કોઇની નથી. મીમાંસકો ઈશ્વરને નથી માનતા, લોકો કર્મને માને છે, કે જે કર્મ કરશો એવું ફળ મળવાનું છે, એમાં કોઈ પરિવર્તન ના કરી શકે. તમે ખરાબ કર્મ કરશો, તો તમને ખરાબ પરિણામ, ફળ મળશે, સારું કરશો, તો સારું. કર્મ કરો, કર્મનો કોઈ નિયામક નથી અને છતાં, વૈદિક ધર્મમાં દર્શનનો પણ સ્વીકાર છે, અને દર્શન પણ ધાર્મિક ગણાય છે, આસ્તિક ગણાય છે, નાસ્તિક નથી ગણાતું.

સંસ્કૃતિમાં ઈશ્વરને નકારનાર માણસ સંસ્કૃતિમાં નાસ્તિક નથી ગણાતો, એટલે સંસ્કૃતિ ખુલ્લી, આટલી ઉદાર અને વિરાટ સંસ્કૃતિ છે તમે ઈશ્વરને નકારી શકો છો, કહી શકો છો કે હું નથી માનતો, પણ ઈમાનદાર રહેજો, કોઈ પણ બેઈમાની નહીં કરતા, અને તમારે વાતને સિદ્ધ કરવી પડશે કે ઈશ્વર નથી તમે જે માનતા હો, માત્ર કહેવાનું નથી, એને તમારે શાસ્ત્રાર્થ કરવા ઉપસ્થિત રહેલા વિદ્વાનોની સભામાં સાબિત કરવું પડશે આવી, શાસ્ત્રાર્થની શુદ્ધ પરંપરા હતી સંસ્કૃતિમાં.

સંસ્કૃતિમાં તમે કોઈ પણ વાત કહી શકો છો, ઠીક છે, હું નથી માનતો, મને નથી સમજાતી બધી વાતો, કેમ કે કોઈપણ સત્ય હોય, કોઈ પણ દર્શન હોય, મારા અનુભવમાં, મારી સમજણમાં આવે તો મારા કામનું છે, જો નથી, તો મારા કામનું નથી.

એટલે, સંસ્કૃતિએ કોઈના ઉપર કોઈ પણ વિચારો જબરજસ્તીથી ઠોકી નથી બેસાડ્યા, કે નથી કોઈ વિચાર, દર્શન માટે કોઈ દબાણ નથી કર્યું કે બસ, આમ કરવાનું, તમારે માનવું પડશે‘, ના, આવું નથી કર્યું.

અમેરિકાના શેર બજારના પ્રખ્યાત વ્યક્તિ વોરેન બફેટ એમના પુસ્તક વે ઓફ વારેન બફેટમાં એક જગ્યાએ કહ્યું છે કે મેં દુનિયાના દરેક ધર્મોનું અધ્યયન કર્યું છે, પણ માત્ર હિન્દુ ધર્મ એવો ધર્મ છે જે કોઈને પરાણે પોતાની અંદર ખેંચતો નથી, પરાણે કોઇની અંદર લાલચ નથી આપતો કે તમે કરો , સાચું છે, જ્યારે હિન્દુ એમ કહેશે, અમે તો એમ માનીએ છીએ, તમે વિચાર કરી જુઓ, તમને યોગ્ય લાગે તો માનો, બળજબરી નથી. અને છતાં સંસ્કૃતિની એકએક વાત જેમજેમ દુનિયાની સામે આવતી જાય છે, જેમજેમ દુનિયા એના પરિચયમાં આવી રહી છે, તેમતેમ એનો સ્વીકાર થતો જાય છે, એના નિરાકરણનો કોઈ અવસર નથી.

સ્વામી વિવેકાનંદજી 1893માં કહ્યું હતું કે વિજ્ઞાનનો સામનો, વિજ્ઞાનને face કરી શકશે તો માત્ર વૈદિક સંસ્કૃતિ કરી શકશે, બીજો કોઈ ધર્મ face નહીં કરી શકે, વિજ્ઞાનને ઉત્તર નહીં આપી શકે. વિજ્ઞાનના જે પ્રશ્નો ઊભા થશે, વૈજ્ઞાનિકો જે પ્રશ્નો કરશે એનો ઉત્તર માત્ર વૈદિક સંસ્કૃતિ આપી શકશે, કોઈ બીજી સંસ્કૃતિ નહીં આપે.

પહેલાંની ત્રણચાર વખતની ચર્ચામાં આપણે જોયું હતું કે વૈદિક સંસ્કૃતિની આધારભૂત વાત છે કે એક સનાતન સત્ય છે, બધાયની પાછળ, મારા શરીરની પાછળ સતત છે જેના અસ્તિત્વથી, જેની ઉપસ્થિતિથી શરીર ચાલી રહ્યું છે, અને જે દિવસે અસ્તિત્વ નથી હોતું, સત્તા નથી હોતી, તો શરીર વેરવિખેર થઈ જાય છે, જે દિવસ શરીરમાં એનો અનુભવ નથી હોતો, એનો માલિક નથી હોતો, તે દિવસે શરીર વેરવિખેર થવા લાગે છે, શરીરમાં કશું રહેતું નથી, શરીરની ફિઝિકલ રચનામાં કોઈ ફેરફાર નથી થતો તમે મહિનાઓ પછી પણ એના અંગોને વાપરી શકો છો, અંગો કોઈ ખરાબ નથી થતાં, ટેક્નિકલી કોઈ અંગો ખરાબ નથી થઈ જતાં તમે કિડની વાપરી શકો, હૃદય વાપરી લો છો, બીજા અંગો વાપરી લો છો, ખરાબ નથી, પણ થયું શું કે હવે શરીર કામ કરતું બંધ થઈ ગયું છે

તો, જેમ શરીરની અંદર એક નિયામક સત્તા છે જે શરીરના જુદાજુદા કાર્યો કરતા દરેક અંગોને એકસાથે રાખે છે, અને બધાય વચ્ચે એક પ્રકારની સુસંવાદિતા, હાર્મની પણ રાખે છે.

આપણે જ્યારે અચાનક કોઈ સાપ જોઈએ તો તરત એક ભયની પ્રતિક્રિયા આવી થતી હોય છે, અને ભય શરીરના દરેક કોષો અને અંગોમાં પ્રસરી જાય છે; દરેક અંગોની પોતાની અલગ પ્રતિક્રિયા હોય છે સાપ જોઇને આંખ અલગ પ્રતિક્રિયા કરે, હાથપગ સ્વબચાવની અલગઅલગ પ્રતિક્રિયાઓ કરે છે, આમ દરેક અંગોની પ્રતિક્રિયાઓ જુદી હોય છે, ભય દરેક કોષોમાં પણ પ્રસરે છે, અને કોષો પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ કરે છે અને એક સત્તાને કારણે શરીરના દરેકેદરેક કોષો, અંગો જે જુદીજુદી પ્રતિક્રિયાઓ કરતા હોય, બધા વચ્ચે કુદરતી રીતે એક પ્રકારનું સામંજસ્ય છે, એક પ્રકારની હાર્મની, સુસંવાદિતા હોય છે, ભય ને લીધે, બધાય કોષો, અંગો જુદીજુદી દિશામાં નથી ભાગી જતા.

આવી સુસંવાદિતા સંગીતના ઓર્કેસ્ટ્રા દરમિયાન જોવા મળે છે દરેક વાજિંત્રોનો પોતાનો આગવો સૂર, મહત્ત્વ હોય છે, બધા વાજિંત્રોમાંથી જુદાંજુદાં સૂર ભલે નીકળતા હોય, પરંતુ, બધા વચ્ચે જે આવશ્યક સુસંવાદિતા હોય છે આપમેળે નથી હોતી, પરંતુ ત્યાં હાજર રહેલા ઓર્કેસ્ટ્રાના કંડકટર, નિયામકને આધારે હોય છે.

તો, જે પ્રમાણે આપણા શરીરમાં એક સત્તાને કારણે બધા કોષો, અંગો વચ્ચે હાર્મની, સુસંવાદિતા હોય છે, એજ પ્રમાણે આખા બ્રહ્માંડમાં, આકાશમાં પણ એક પ્રકારની દિવ્ય ઓર્કેસ્ટ્રા સતત ચાલુ હોય છે; ત્યાં પણ એક પરમ સત્તાને લીધે એવી સુસંવાદિતા, હાર્મની હોય છે જેને લીધે દરેક વિશાળ ગેલેક્સી, નાનામોટા ગ્રહોનક્ષત્રોતારાઓ બધા વચ્ચે પણ દિવ્યકુદરતી હાર્મની, સુસંવાદિતા હોય છે, પછી ભલે બધા પોતપોતાની ધરી ઉપર, પોતપોતાના ક્ષેેત્રમાં ઝડપથી કે ધીમે, સીધા કે ત્રાંસા ફરતા હોય, અને આપણે જે જોઈએ છીએ તો માત્ર એક લોક, પૃથ્વીલોક છે, પરંતુ બ્રહ્માંડમાં તો અનંતાનંત લોકો છે, અને યત્રતત્રસર્વત્ર પિંડેતેબ્રહ્માંડે બધે એક પ્રકારની દિવ્ય સુસંવાદિતા, હાર્મની કાયમ રહે છે પરમ સત્તાને કારણે!!અને મજા ની વાત તો છે કે પરમ સત્તા એકદમ નિષ્પક્ષ, neutral (ન્યૂટ્રલ) છે જેમ સૂર્ય છે, સૂર્યના પ્રકાશમાં બધું થતું હોય છે. પણ સૂર્ય પ્રકાશ આપવામાં ક્યારે પક્ષપાત નથી કરતો.

વાત સાંભળીને એક ભાઈએ એક પ્રશ્ન કર્યો જો ઈશ્વર છે, તો પછી જગતમાં આટલો દુરાચાર કેમ છે? આટલું પાપ કેમ છે? હિટલરને ઈશ્વરે રોક્યા કેમ ન્હોતો? આજે સમાજમાં આટલા બધા ત્રાસવાદીઓ, ટેરરિસ્ટ લોકો છે, બધાને ભગવાન રોકતો કેમ નથી? લોકો ભૂલ કરે, પાપ કરે, ભગવાન રોકતો કેમ નથી?

ભાઇનો પ્રશ્ન સાંભળીને મેં એમને પૂછ્યું તમારે માટે ભગવાન એટલે શું છે? ભગવાન એટલે તમને શું સમજાય છે? તમે ભગવાનને શું સમજો છો? માણસ જે પણ કરે છે શું એને ખબર નથી પડતી? એક ચોર ચોરી કરે છે, અને ચોરી કરે છે સૂર્યની શક્તિથી; ચોરની અંદર જે એનો શ્વાસ ચાલે છે, એનું શરીર ચાલે છે, બધુ સૂર્યની શક્તિ થી ચાલે છે. તો ચોરના કામ માટે શું તમે સૂર્યને દોષ આપી શકો કે ચોરને ચોરી કરતાં સૂર્ય કેમ રોકતા નથી?

શક્તિ સૂર્યની છે, જો સૂર્ય નહીં હોય તો ચોર, ચોર ના હોય, શાહુકાર, શાહુકાર ના હોય સૃષ્ટિમાં કશું ના હોય તો, હવે તમે કહો કે ચોર, ચોરી કરે તો માટે જવાબદાર શું સૂર્ય છે? ના, માટે ચોર જવાબદાર છે.

ભગવાનની, પરમાત્માની શક્તિથી વિશ્વમાં બધુ થાય છે, તમે દિવસે ખુલ્લામાં જાવ, તમને પ્રકાશ મળશે, કોઈ બંધ કમરારૂમમાં રહો તો તમને અંધારું મળશે. એવી રીતે, તમે પરમાત્માની નજીક જાવ, તમે આનંદ, શાંતિથી ભરાઈ જશો, અને જો એમનાથી દૂર જાવ તો તમે દુ:, પીડાથી ભરાશો હવે, તમે બહાર, કે અંદર, પ્રકાશમાં કે અંધકારમાં રહેવાનું પસંદ કરો, તો એમાં ભગવાનનો શો દોષ છે?

नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु:
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव:

ગીતા – 5-15

ભગવાન કોઈને પાપ નથી આપતો કે નથી પુણ્ય આપતો, બધા લોકો પોતપોતાના જ્ઞાન અને અજ્ઞાનથી વર્તે છે, અને એનાથી સુખી કે દુ:ખી થાય છે.

આમાં ભગવાનનું ધૈર્ય તો જુઓ કે એમને કેટલી ધીરજ હોય છે! વાતને રીતે સમજીએ માનો કે તમે કોઈને પૈસા આપો છો, અને પછી ખબર પડે પૈસાથી દારૂ પીવે છે, ચોરી કરે છે, બગાડે છે, બદમાશી કરે છે.. અને જાણ્યા પછી તમે એને પૈસા ના આપો, કે ના આપી શકો, પછી ભલેને પોતાનો છોકરો કેમ ના હોય?

હવે અહીં આપણે ભગવાનને મૂકીએ ભગવાને દરેક માણસને બનાવ્યા, એમાંથી અમુક લોકો દુરાચારી થઈ જાય, ચોર થઈ જાય, જાતજાતના ગુનાઓ કરતા હોય તો પણ ભગવાન લોકોના શ્વાસ નથી રોકતો, કે નથી લોકો માટે શ્વાસ અટકાવતો; એને આવશ્યક હવાપાણીઉજાસ નથી રોકતો! તો તમે વિચાર કરો, કલ્પના કરો કે ભગવાનમાં કેટલી ધીરજ હશે.

એટલે, આપણે ભગવાનને કઇ રીતે સમજીએ છીએ, જાણીએ છીએ મહત્ત્વનું છે. ભગવાન એક પરમ સત્તા છે, જે નિષ્પક્ષ છે, એના વગર કશું નથી થતું, અને સત્તા જે યુનિવર્સની અંદર છે, સમસ્ત વિરાટની અંદર છે તો હું પણ યુનિવર્સનો એક ભાગ છું, હું એનાથી જુદો નથી, અને તેથી હું પણ છું!

એને શાસ્ત્રીય ભાષામાં તત્ત્વમસિકે તું તે છે‘ ‘તે તું છે‘, ‘તું બ્રહ્મ છે, તું શાશ્વત પરમ સત્તા છે, તું પરમ ચૈતન્ય છે निःसंगो निष्क्रियोऽसि, त्वं स्वप्रकाशो निरंजनः(अष्टावक्रगीता-15) કે તું સ્વયં પ્રકાશ છે, તું નિરંજન છે, તું નિ:સંગ છે, પરમ આનંદ સ્વરૂપ પણ તું છે‘.

તો, એક સત્તા છે મારું હૃદય છે,અને મારું અસ્તિત્વ એનાથી જુદું નથી.

રમણ એક બહુ સરસ, વાત કરતા કે, ઘણા લોકો પરમાત્માને પોતાનાથી અલગ સમજીને ઉપાસના કરતાં હોય, તો કેવું? ઘણા લોકો જાતજાતની વસ્તુઓ માટી, ધાતુ, પત્થર વિગેરેના ગણપતિ બનાવતા હોય, એક દિવસ એક ભાઈએ પણ ગણપતિ બનાવ્યા, અને એણે ગોળના ગણપતિ બનાવ્યા, પછી પૂજા વગેરે કરી; અને જ્યારે નૈવેદ્ય ચઢાવવાનું આવ્યું ત્યારે ખબર પડી કે કશું મીઠાઇ લાવવાનું તો ભૂલી ગયા છે! એટલે એમને થયું કે ગોળની મૂર્તિ છે એમાંથી થોડો ગોળ કાઢી લઉં તો? મૂર્તિમાંથી થોડો ગોળ કાઢીને ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવી દઉં.

ભાઈ તો મૂર્તિમાંથી ગોળ કાઢવા ગયા, ત્યારે ખ્યાલ આવ્યો કે, ના એવું ના કરાય, એમ કરવાથી તો મૂર્તિ ખંડિત થઈ જશે.

તો, એક અનંત પરમાત્મા છે, શાશ્વત છે, સર્વવ્યાપી છે અને એમાંથી જો તમે તમારી જાતને અલગ, જુદી કાઢી લો છો, તો તમે એને ખંડિત કરી દો છો. તમે વિચાર કરો તમે તમારી જાતને સર્વવ્યાપી પરમાત્માથી અલગ કઇ રીતે કરી શકો? બધાય જીવો જુદાજુદા હોય તો પરમાત્મા કાણાવાળા થઈ જાય, શાશ્વત ના રહે, અનંત ના રહે. એટલે, અલગ નથી, તમે છો અને

પરમાત્મા વિષેની, અનંત, સર્વવ્યાપી અને શાશ્વત છે મૂળ વાત સંસ્કૃતિનો આધારભૂત સિદ્ધાંત છે; અને માત્ર સિદ્ધાંત નથી, અનુભવ પણ છે.

સંદર્ભમાં એક વાત બહુ ભારપૂર્વક કહેવાઈ છે જ્ઞાનનું, સત્યનું પ્રમાણ આગમ હોઇ શકે, શાસ્ત્રો હોઇ શકે, કેમ એનું કોઈ બીજું પ્રમાણ નહીં હોય ? – એનું કારણ છે કે પ્રમાણ ત્રણ પ્રકારના કહ્યા છે (યોગસૂત્ર – 1-7) – એક, ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થવું (આંખથી જોઈ શકવું, કાનથી સાંભળી શકવું, નાકથી સૂંઘી શકવું, જીભથી સ્વાદ લઈ શકવો..)

હવે, એક છત્રી છે, મેં એને જોઈ અને સ્વીકાર્યું કે છત્રી છે; કોઈ આવીને કહે કે, ના છત્રી નથી, બીજું કશું પણ હોઈ શકે, પણ છત્રી તો નથી ; પણ મેં તો છત્રીને પ્રત્યક્ષ જોઈ છે, તેથી છત્રી હોવાનું હું નકારી ના શકું.

બીજું પ્રમાણ છે અનુમાન સાદું દૃષ્ટાંત જો આગ હોય તો ધુમાડો હોય, અને ધુમાડો દેખાય એટલે અનુમાન થઈ શકે કે ત્યાં આગ છે. હવે આગ હોય એટલે ધુમાડો હોય એવું જરૂરી નથી, પણ ધુમાડો હોય તો આગ જરૂર હોય, કેમ કે આગ વગર ધુમાડો ના હોય શકે, ધુમાડો એમનેએમ ના હોય, એટલે ધુમાડો જોઈને અનુમાન કરું છું કે ત્યાં આગ હશે એક સત્ય, ફેક્ટ છે.

હવે આત્માની વાત કરીએ તો આત્માને તો જોઈ શકાતો નથી, કેમ કે મનુષ્યની ચક્ષુઇન્દ્રિયની સીમા હોય છે, આંખની જોવાની શક્તિ સીમિત હોય છે. વળી, આત્માને તો એકદમ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કહ્યો છે, કોઈ દૂરબીન કે અન્ય ઉપકરણો વડે પણ જોઈ નથી શકાતો, તો પછી આત્મા હોવાનું પ્રમાણ શું?

આત્મા હોવાનું પ્રમાણ કે જે ઋષિઓ, સિદ્ધ યોગીજનો આત્માને, સત્યનો જાતે અનુભવ કર્યો છે, એમની વાણી જે આપણા શાસ્ત્રોમાં કહેવાઈ છે વેદોમાં, કેમ કે વેદ તો સાક્ષાત્ પરમાત્મામાંથી આવેલા છે એવું આપણે માનીએ છીએ.

હવે કોઈ કહે કે રાત્રે મેં સ્વપ્ન જોયું તો શું આપણે એને ખોટું માનવાનું ? પછી કહેનાર વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે જે કહે તે, એણે સ્વપ્ન જોયું તો એનું પ્રમાણ શું? સ્વપ્નમાં અમુક વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ જોયું હોય તો કહેતા હોય, આપણે એનું કહેવાનું માનવું પડશે કે, માણસ જૂઠું નહીં કહેે.

સ્વામી વિવેકાનંદ મૂર્તિપૂજામાં ન્હોતા માનતા, ભગવાનના મૂર્તસ્વરૂપને ન્હોતા માનતા, પણ એક પ્રસંગથી તેઓ પણ માનવા લાગ્યા. કલકત્તાના દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ જ્યાં રહેતા હતા ત્યાં એક માતાજી આવતા હતા, લોકો એને ગોપાલકી માતરીકે ઓળખતા હતા. એમની પાસે ઠાકોરજીની સેવા હતી, અને જ્યારે ભાવદશામાં જતા રહે, ત્યારે અનુભવ કરે કે જે બાળસ્વરૂપની મૂર્તિ એમની પાસે છે બાળગોપાલ એમની સાથે વાત કરે, એમને પજવે, એનું ખાવાનું ખાય, એમના માથે પણ ચઢી જાય, મસ્તી કરે, વાળ ખેંચે .. .. એવા અનુભવો કરે.

જેવી રીતે રામકૃષ્ણ માકાલી જોડે જાતે વાર્તાલાપ કરતા. એક દિવસ ગોપાલકી માત્યાં આવ્યા હતા, અને વિવેકાનંદ પણ હતા. ત્યારે ગોપાલકી માને રામકૃષ્ણે કહ્યું કે તું તારો પોતાનો અનુભવ કહે, તને જે અનુભવ થાય છે,’ સાંભળીને મા તો એકદમ ભાવમાં આવી ગયા, આંખમાં આંસુ સાથે રડતા જાય, અને કહે, “ઠાકુર, લાલા મારી સાથે આવી રીતે કરે છે, મને આવું કરે છે, મારી સાથે, રમે છે, જમે છે મને પજવે છે.”

વિવેકાનંદ ત્યાં હતા, એટલે, રામકૃષ્ણે એમને પૂછ્યું કે હવે તું શું કહે છે? તો, સ્વામીજી તો રડી પડ્યા અને કીધું કે મા એટલા નિર્દોષ છે કે જૂઠું તો ના બોલે, જૂઠું ના બોલી શકે.

તો, આવા તો હજ્જારો લોકોના અનુભવ હશે કોઈ કહેશે કે હું સાધના કરું છું, હું ધ્યાન કરું છું, મને કંઈક કુંડલિની જાગી હોય એવો અનુભવ થાય છે, તો શું જૂઠું કહે છે? એવું કહેવાનું, માનવાનું કે જૂઠું બોલે છે? કેમ? તો, તમે (બીજુ કોઈ) પ્રમાણેના અનુભવ નથી કરી શકતા એટલે જેને અનુભવ થયા હોય, કહેતા હોય, તો પણ જૂઠો છે, કેમ કે એમને થયલા અનુભવનું કોઈ પ્રમાણ ના હોય શકે, એના અનુભવને પ્રત્યક્ષ જોઈજાણી નથી શકતા, કોઈ અનુભવ નથી કરી શકતા.. .. .. એટલે આવા અનુભવોની વાત જૂઠી છે? ખોટી છે?

આવી રીતે પરમાત્માની વાત, સત્યની વાત સમજવા માટે પ્રમાણ છે કે જે વ્યક્તિ કહે છે, પુરુષની અનુભૂત વાણી, ઋષિઓની વાણી.. બધા માટે વેદો અને ઉપનિષદો પ્રમાણ છે. અને પ્રમાણ એમ નથી કહેતા કે હું અનુભવું છું, હું માનું એટલે તમે માની લો, ના, એમ કહે છે કે હું કહું છું, એવું કરશો, તો તમે પણ અનુભવ કરી શકશો.

સ્વામી વિવેકાનંદને પ્રશ્ન હતો પરમાત્મા છે એનો સાક્ષાત્કાર થઈ શકે? પ્રશ્ન લઈને ત્યારના બધા મહાપુરષોની પાસે જાય, અને પહેલો પ્રશ્ન કરે કે ઈશ્વર છે?, બીજો પ્રશ્ન ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે? તો, બધા ગોળગોળ ઉત્તર આપે. વળી આગળ કોઈ પાસે જઈને ત્રીજો પ્રશ્ન કરે તમે ઈશ્વરને જોયા છે? પ્રશ્નનો બધા ઉત્તર ના આપી શકે.

એક વખત રામકૃષ્ણ મહાપુરુષ એમને મળ્યા જેમણે વિવેકાનંદને કહ્યું કે, “હા, મેં ઈશ્વરને જોયા છે, હું એમની સાથે વાતો પણ કરું છું, જેવી રીતે હું તારી જોડે વાત કરું છું એવી રીતે. અને જો તું હું કહું એવી રીતે કરી શકશે, ઉચ્ચ ભૂમિકામાં જઈ શકશે અને તું પણ એવી રીતે કરી શકીશ.”

એટલે, શાસ્ત્રો એવું નથી કહેતા કે તમે માની લો, ના, તમને અવસર આપે છે એની રીત છે, એને અનુભવ કરવાની રીત છે, એને જીવવાની રીત છે, એવું થઈ જવાની રીત છે. એટલે, એક મૂળ ચિંતન છે, અને દર્શનના આધારે આપણી આખી સંસ્કૃતિ ઊભી થઈ છે સત્ય ઉપર આધારિત આખી સંસ્કૃતિ છે. આજે નહીં તો કાલે વિજ્ઞાને પણ એની વાતો સ્વીકાર કર્યા વગર છુટકો નથી. આજે હજારો વૈજ્ઞાનિકો પણ આવા કેટલાય અનુભવો કરે છે પણ મુશ્કેલી છે કે સ્વપ્નને તમે કોઈ પણ દિવસ યુનિવર્સલ સાર્વત્રિક, સાર્વભૌમ ના બનાવી શકો; અને જ્યાં સુધી તમે આવા અનુભવોને યુનિવર્સલ નથી બનાવતા, ત્યાં સુધી વિજ્ઞાન એને સ્વીકારશે નહીં. તેમ છતાં, આજે નહીં તો કાલે એને સ્વીકારવું પડશે, કે માણસનો અનુભવ પણ સત્ય હોઇ શકે છે, માણસનો અનુભવ ખોટો હશે એવું આપણે માનીને કેમ ચાલીએ?

ન્યૂટન ઈશ્વરના અસ્તિત્વને માનતા હતા, કે ઈશ્વર છે, એણે સૃષ્ટિની રચના કરી છે, સૃષ્ટિનો કોઈ તો કર્તા, બનાવવાળો તો હોવો જોઈએ. હવે એમના એક બીજા મિત્ર હતા એવું ન્હોતા માનતા, કહેતા કે ઈશ્વરબીશ્વર નહીં, બધુ પ્રકૃતિ છે, અને પ્રાકૃતિક રૂપે થયા કરે છે, નેચરલી થયા કરે છે.

એટલે, એક દિવસ મિત્ર ન્યૂટનને મળવા આવ્યા ત્યારે ન્યૂટન એક મોડલ ઉપર કામ કરી રહ્યા હતા. આપણી જે ગેલેક્સીસ છે એનું એક મોડલ બનાવી એના ઉપર કામ કરતા હતા. મોડલ જોઈને મિત્ર તો બહુ પ્રભાવિત થઈ ગયા, પૂછ્યું, કે કોણે બનાવ્યું છે? ન્યૂટને એની તરફ જોયા વગર કહ્યું કે કોઈએ નથી બનાવ્યું, મિત્ર કહે, અરે! આટલું સરસ મોડલ છે, અને તું કેવી વાત કરે છે? મોડલ વિષે હું તને પ્રશ્ન કરું છું, પૂછું છું, તમે સાંભળો છો? ન્યૂટનનો કોઈ પ્રતિસાદ ના મળતા, મિત્ર કહે, “તમને થયું શું છે? મોડલ સામે છે, હું એને જોઉ છું અને તમે કહો છો કે કોઈએ નથી બનાવ્યું“.

ત્યારે ન્યૂટને કહ્યું, “આખી સૃષ્ટિ છે, જો કોઈના બનાવ્યા વગર થઈ શકે છે, તો એક નાના મોડલનો બનાવનાર શું કામ હોવો જોઈએ? જો સૃષ્ટિનો કોઈ બનાવનાર નથી, એમ મોડલનો બનાવનાર પણ કોઈ નથી, એવું માનવામાં તમને શું તકલીફ છે?”

એટલે અગર જે સત્ય વૈદિક સંસ્કૃતિ કહે છે, તમને અનુભવ કરવા માટે ચેલેન્જ કરે છે કે જે હું કહું છું, તમે માની લો એવું નહીં.

ભગવાન ભાષ્યકારે એક જગ્યાએ કહ્યું છે વેદોની એકેએક વાત સત્ય છે, વેદોમાં કશું ખોટું, જૂઠું નથી, પણ જો હજાર શ્રુતિ એવું કહે કે આગ ઠંડી હોય છે તો હું નહીં માનું. અગર તમારા અનુભવમાં વેદોની વાત ખોટી નીકળે તો એને નહીં માનતા, પણ વિચાર કે અનુભવ કર્યા વગર એવું નહીં કહેતા કે ખોટું છે, ઉતાવળમાં એવું ના કહેતા કે ખોટું છે. સત્યને એરણ ઉપર પરીક્ષા કરજો, પછી કહેજો.

તો, સનાતન સંસ્કૃતિ એટલે સત્ય ઉપર આધારિત સંસ્કૃતિ છે, અને સનાતન પણ છે, એનો ક્યારેય અંત નથી થવાનો, કોઈનેકોઈ રૂપમાં, કોઈનેકોઈ રીતે ફરીનેફરી પ્રગટ થશે, અને આપણે જો આપણાં હૃદયમાં એને પ્રગટ કરી શકીશું, તો ભાગ્યશાળી થઈશું.

તત્ સત્