स पर्यगाच्छुक्रमकायमव्रण -,।
मस्नाविरँ शुद्धमपापविद्धम् ॥
कविर्मनीषी परिभूः स्वयंम्भूर्याथातथ्यतो -,।
-ऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥
ईशावास्योपनिषद् – 8
પદચ્છેદ : सः, पर्यगात्, शुक्रम्, अकायम्, अव्रणम्, अस्नाविरम्, शुद्धम्, अपापविद्धम्, कविः, मनीषी, परिभूः, स्वयम्भूः, याथातथ्यतः, अर्थान्, व्यदधात्, शाश्वतीभ्यः, समाभ्यः ॥
અર્થ : તે પૂર્વોક્ત આત્મા આકાશ જેવા સર્વવ્યાપક, પરમ તેજોમય (શુદ્ધ), સૂક્ષ્મ શરીરથી રહિત, અક્ષત – છિદ્ર રહિત, સ્નાયુઓથી રહિત એટલે સ્થૂળ પંચ ભૌતિક શરીરથી રહિત, નિર્મળ (અપ્રાકૃત દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ), સર્વશ્રેષ્ઠ, સ્વયંભૂ એટલે સ્વેચ્છાથી ઉત્પન્ન થવાવાળા છે. આ નિત્યમુક્ત સર્વજ્ઞ ઇશ્વરે નિત્ય શુદ્ધ સંવત્સર નામના પ્રજાપતિઓ માટે યથાયોગ્ય રીતે કર્મફળ અને સાધનો પ્રમાણે કર્તવ્યોનું સંપૂર્ણ વિભાજન કર્યુ છે.