સાધનાપથનું સૌથી મોટું વિઘ્ન છે અહંકાર! “મેં” સાધના કરી, “મેં” જપ કર્યા, “મેં” અનુષ્ઠાન કર્યું, “મેં આ તપ કર્યું… પેલું તપ કર્યું”… અથવા “હું કરું છું” એવો જે ભાવ છે, એ પ્રકારનું જે અભિમાન છે, એ પ્રકારનો જે અહંકાર છે તે સાધકના પતનનું મુખ્ય કારણ બને છે.

આ સંબંધમાં સાધકે સૌથી વધુ જાગૃત રહેવાની જરૂર છે, સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર છે. દરેકે દરેક કર્મ કરતી વખતે સતત જાગ્રત રહેવાનું છે કે “મારી અંદર ‘હું પણું’ ‘અહંકાર’ તો પેદા નથી થઇ રહ્યો ને!”

સાધના પથના આ વિઘ્નથી બચવા માટેનો એક માત્ર ઉપાય છે – પરમાત્માની શરણાગતિ. સાધકમાં શરણાગતિનો એવો દૃઢ ભાવ હોય કે, ‘મારા પ્રભુ, આ શરીરને નિમિત્ત બનાવીને પ્રભુ કાર્ય કરાવી રહ્યા છે.’

શરણાગતિનું દર્શન અને પ્રેરણા આપતો ગ્રંથ રામચરિતમાનસ છે, જેમાં દરેકે-દરેક વ્યક્તિમાં ભગવાન શ્રીરામ અદ્ભૂત સમર્પણ છે. એટલે જ આ ગ્રંથ આજે પણ સૌને આનંદ, શાંતિ અને સમાધાન આપે છે.