ब्रह्मानंदरसानुभूतिकलितैः पूतैः सुशीतैः सितैः,’
युष्मद्-वाक्-कलशोज्शितैः   श्रुतिसुखैर्वाक्यामृतैः   सेचय॥
संतप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो,,
धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः॥

विवेक चूडामणि 41

પદચ્છેદ : ब्रह्मानंद – रसानुभूति – कलितैः, पूतैः, सुशीतैः, सितैः, युष्मद्, वाक्-कलशोज्झितैः, श्रुतिसुखैः, वाक्यामृतैः, सेचय, सन्तप्तम्, भवता-पदावदहन – ज्वालाभिः, एनम्, प्रभो, धन्याः, ते, भवदीक्षण – क्षणगतेः, पात्रीकृताः, स्वीकृताः॥

અર્થ : હે પ્રભો ! બ્રહ્માનંદરૂપી રસની અનુભૂતિ વડે સંપન્ન, પવિત્ર, અતિશીતલ, સ્વચ્છ અને આપની વાણીરૂપી કળશમાંથી નીકળતાં, કર્ણને આનંદ દેનારા અમૃતરૂપી વાક્યોથી સંસારરૂપી દાવાનળની દાહક જ્વાળાઓ વડે બહુ તપેલા એવા મને તૃપ્ત કરો. આપની કૃપાદૃષ્ટિની ક્ષણમાત્રની પ્રાપ્તિ માટે જે પાત્ર બન્યા છે અને જેમને (આપ દ્વારા) સ્વીકારાયા છે તેઓ ધન્ય છે.