पीठं यस्य धरित्री जलधरकलशं लिङ्गमाकाशमूर्तिं,,।
नक्षत्रं पुष्पमाल्यं ग्रहगणकुसुमं चन्द्रवह्नयर्कनेत्रम्॥
कुक्षिः सप्तसमुद्रं हिमगिरिशयनं सप्तपातालपादं,।’
वेदं वक्त्रं षडङ्गं दशदिशिवसनं दिव्यलिङ्गं नमामि॥

પદચ્છેદ : पीठम् – પીઠó, यस्य – જેમની, धरित्री- ધરતી, जलधरकलशम् – વાદળ કળશ છે, लिङ्गम्- લિંગ છે, आकाशमूर्तिम्- આકાશમૂર્તિ, नक्षत्रम्- નક્ષત્રો, पुष्पमाल्यम्- પુષ્પમાળા, ग्रहगणकुसुमम् – ગ્રહ સમૂહો પુષ્પ Uïà, चन्द्रवह्नयर्कनेत्रम् – સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નેત્રો છે, कुक्षिः- ઉદર÷, सप्तसमुद्रम्- સાતસમુદ્રો છે, हिमगिरिशयनम्- હિમાલય નિવાસસ્થાન છે, सप्तपातालपादम्- સાત પાતાળ ચરણ છે, वेदम्, वस्त्रम्, षडङ्गम् – છ અંગ સહિતના વેદ મુખ છે, दशदिशिवसनम्- દશેદિશાઓ જેમના વસ્ત્ર છે, दिव्यलिङ्गम् – દિવ્ય લિંગને, नमामि- નમસ્કાર કરું છું.

અર્થ : ધરતી જેની પીઠ છે, વાદળ અભિષેક માટેનો કળશ છે, આકાશ મૂર્તિ લિંગ છે, નક્ષત્રો પુષ્પમાળા છે, ગ્રહસમૂહો પુષ્પો છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ નેત્રો છે, સાત સમુદ્રો જેની કુક્ષિ (ઉદર) છે, હિમાલય નિવાસસ્થાન છે, સાતે પાતાળ ચરણ છે, છ અંગ સહિતના વેદ મુખ છે, તેમજ દસે દિશાઓ જેમના વસ્ત્ર છે તેવા દિવ્યલિંગને હું નમસ્કાર કરું છું.