पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः॥
अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च॥

શ્રીવિષ્ણુ સહસ્રનામ – 15

પદચ્છેદ – पूतात्मा, परमात्मा, च, मुक्तानां परमा गतिः, अव्ययः, पुरषः, साक्षी, क्षेत्रज्ञः, अक्षरः, एव, च ॥

અર્થ – पूतात्मा – જેમનો આત્મા (સ્વરૂપ) પવિત્ર છે.

परमात्मा – જે પરમશ્રેષ્ઠ છે અને આત્મા પણ છે. જે કાર્ય – કારણથી ભિન્ન નિત્ય શુદ્ધ -બુદ્ધમુક્ત – સ્વભાવવાળા છે.

मुक्तानां परमा गतिः – મુક્ત પુરુષોની પરમ એટલે કે સર્વશ્રેષ્ઠ ગતિ છે. એટલે કે ત્યાં પહોંચીને ફરી પાછું સંસારમાં આવવું પડતું નથી.

अव्ययः – જેનો વ્યય એટલે વિનાશ નથી થતો, વિકારી નથી થતાં એટલે કે અજર, અમર છે.

पुरुषः – પુર એટલે કે શરીર, એમાં જે શયન કરે છે તેને પુરુષ કહે છે.

साक्षी – સ્વયંના સ્વરૂપભૂત જ્ઞાનથી, કોઇ પણ જાતના અંતરાય વિના સૌને જોવા વાળા.

क्षेत्रज्ञः – ક્ષેત્ર એટલે શરીર. જે શરીરને જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે.

अक्षरः – ક્ષર એટલે ક્ષીણ થવું, નષ્ટ થવું અક્ષર એટલે જે ક્ષીણ નથી થતા પરમાત્મા અક્ષર, અવિનાશી છે.