अनेजदेकं मनसो जवीयो नैनत्-देवा आप्नुवन्पूर्वमर्षत् ॥
तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥

પદચ્છેદ : अनेजत्, एकम्, मनसः, जवीयः, न, एनत्, देवाः, आप्नुवन्, पूर्वम्, अर्षत्, तत्, धावतः, अन्यान्, अत्येति, तिष्ठत्, तस्मिन्, अपः, मातरिश्वा, दधाति ॥

અન્વય : तत्, अनेजत्, एकम्, मनसः, जवीयः, पूर्वम्, अर्षत्, एनत्, देवाः, न, आप्नुवन्, तत्, अन्यान्, धावतः, तिष्ठत्, अत्येति, तस्मिन्, मातरिश्वा, अपः, दधाति॥

અર્થ :     તે પરમેશ્વર (સોપાધિક બ્રહ્મ) અચલ, એક (અને) મનથી વધુ તીવ્ર ગતિવાન છે. (તે) સૌ પ્રથમ જ્ઞાન સ્વરૂપ અથવા બધાને જાણવાવાળા છે. આ પરમેશ્વરને ઇન્દ્રાદિ દેવતાઓ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તે બ્રહ્મ બીજા દોડવાવાળાઓને પોતે સ્થિર રહીને અતિક્રમણ કરી જાય છે. તે વિદ્યમાન હોવાથી જ તેની સત્તા શક્તિથી જ વાયુ વિગેરે દેવો જલવર્ષા આદિ ક્રિયાઓ કરવામાં સમર્થ થાય છે.