सविन्दुसिन्धुसुस्खलत्तरङ्गभङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम्
कृतान्तदूत कालभूतभीतिहारिवर्मदे त्वदीय पाद पङ्कजं नमामि देवि नर्मदे

नर्मदाष्टकम् 1॥

પદચ્છેદ :  सविन्दु – सिन्धु – सुस्खलत् – तरङ्ग – भङ्ग – रञ्जितम्, द्विषत्सु – पाप – जात – जातक – अरिवारि – संयुतम्, कृतान्त – दूत – कालभूत – भीति – हारि – वर्मदे, त्वदीय – पाद – पङ्कजम्, नमामि, देवि, नर्मदे ॥

અર્થ : બિંદુઓથી યુક્ત સાગરના સુંદર ઉછળતા તરંગોથી શોભાયમાન, શત્રુઓમાં પણ ખૂબ મોટાં પાપીઓના પણ જે શત્રુ છે એવા નિર્મળ જળથી યુક્ત, જેઓ યમરાજના દૂત કાળના પણ દૂત અને ભૂત-પ્રેત આદિના ભયને દૂર કરવાવાળા છે એવા હે દેવી નર્મદા! હું તમારા ચરણ કમળમાં પ્રણામ કરું છું.