હે પ્રભુ,
થોડી વસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી, સમ્માનીય થવા કરતાં-સમ્માનને ઝંખવાને બદલે માનને યોગ્ય અને પાત્ર બનવું, સંપત્તિવાન નહિ પણ સમૃદ્ધ બનવું. સખત પરિશ્રમ અને ઉંડો અભ્યાસ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મૃદુ રીતે વાત કરવી, નિખાલસપણે વર્તવું, તારાઓ, પંખીઓ, બાળકો અને સાધુજનોના હૃદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં, દરેક પ્રસંગને આનંદથી સ્વીકારી લેવા કોઇપણ કામમાં હિંમતથી આગળ વધવું, અવસરની રાહ જોવા જેવી લાગે તો જોવી, વડીલોને માન આપવું, એમની પાસે અનુભવનું ભાતુ છે તેને સમ્માન આપવું. આપણી અંદર રહેલી આધ્યાત્મિકતાને પ્રકટ થવા દેવી. આ જ મારી જીવનની જડીબુટ્ટી છે.