હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું
અને મારા મનમાંથી ગુસ્સો, ઇર્ષ્યા, ડંખ નિર્મૂળ ન થાય,
તો મારું એ તપ મિથ્યા છે.

હું મંદિરે જાઉં, ફુલ ચડાવું, માળા ગણું
અને મારા કર્મોમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.

હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન કરું
અને મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન કે મોટાઇનો ભાવ
નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે.

હું એકાંતમાં જાઉ, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું
અને મારી ઇચ્છાઓ – વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહ નિર્મળ ન થાય,
તો મારી એ સાધના મિથ્યા છે.

હે પરમાત્મા! હું પ્રાર્થના કરું, તમારું નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ, કરુણા, મૈત્રી, આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.

હે પરમાત્મા! હું પ્રાર્થના કરું, તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ, કરુણા, મૈત્રી, આનંદ પ્રગટ ન થાય, તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.