त्रिरुन्नतं स्थाप्य समं शरीरं, हृदीन्द्रियाणि मनसा संनिवेश्य॥
ब्रह्मोडुपेन प्रतरेत विद्वान्, स्त्रोतांसि सर्वाणि भयावहानि॥

श्वेताश्वतरोपनिषद् 2/8

પદચ્છેદ : त्रिरुन्नतम्, स्थाप्य, समम्, शरीरम्, हृदि, इन्द्रियाणि, मनसा, शंनिवेश्य, ब्रह्मोडुपेन, प्रतरेत, विद्वान्, स्त्रोतांसि, सर्वाणि, भयावहानि।

અર્થ : ધ્યાનયોગ કરવાવાળા સાધકે માથું, ગરદન અને છાતીને થોડા ઉપરની તરફ ખેંચીને સીધા રાખવાં. શરીરને પણ સીધું અને સ્થિર રાખવું. (કારણ કે આ પ્રમાણે શરીરને ખેંચીને સીધું ન રાખવાથી આળસ, નિંદ્રા કે વિક્ષેપરૂપ વિઘ્ન આવવાની શક્યતા રહેતી હોય છે.) ત્યાર પછી ઇન્દ્રિયોને બહારના વિષયોથી હરાવી તેનો મન દ્વારા હૃદયમાં નિરોધ કરવો જોઇએ. ત્યારપછી ૐકારરૂપી નૌકાનો આશ્રય લઇ એટલે કે ૐકારનો જય તથા તેના અર્થ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને સાધકે સંપૂર્ણ ભયાનક પ્રવાહોથી તરી જવું જોઇએ.

ભાવ એવો છે કે જુદી જુદી યોનિઓમાં લઇ જવા જેટલી વાસનાઓ છે એ બધી જ જન્મ-મૃત્યુરૂપી ભય આપવાના પ્રવાહો છે તેનો ત્યાગ કરી પરમાત્માની પ્રાપ્તિરૂપી અમરપદ પ્રાપ્ત કરી લેવું જોઇએ.