शिष्य उवाच
स्वामिन् नमस्ते नतलोकबन्धो,।
कारुण्यसिन्धो पतितं भवाब्धौ॥
मामुद्धरात्मीय कटाक्षदृष्ट्या,।
ऋज्व्यातिकारुण्यसुधाऽभिवृष्ट्या ॥
विवेक चूडामणि 77
પદચ્છેદ – स्वामिन् – હે સ્વામી!
नम, ते – તમને નમસ્કાર હો.
नतलोकबन्धो – શરણે આવેલા લોકના બંધુ
कारुण्यसिन्धो – હે દયાના સાગર
प्रतितम् – પડેલા
भवाब्धौ – ભવસાગરમાં
माम् – મારો
उद्धर – ઉદ્ધાર કરો
आत्मीय – તમારી
कटाक्षदृष्टया – કટાક્ષ દૃષ્ટિથી
ऋज्व्या – સરળ
अतिकारुण्यसुधाऽभिवृष्ट्या – અત્યંત કરૂણારૂપી અમૃત વરસાવતી
અર્થ – શિષ્ય બોલ્યા
હે સ્વામી! શરણે આવેલા લોકના બંધુ, હે દયાના સાગર તમને નમસ્કાર હો. તમારી અત્યંત કરૂણારૂપી અમૃત વરસાવતી સરળ અને કટાક્ષદૃષ્ટિથી ભવસાગરમાં પડેલા મારો ઉદ્ધાર કરો.