આજકાલ બાળક નાનું હોય ત્યારથી તેને વિવિધ પ્રકારની કળાઓ શીખવા જુદા-જુદા વર્ગોમાં મોકલવામાં આવે છે પરંતુ ક્યાંય ‘દરેકí પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહેવÖÅ’ આ અંગેનો વર્ગ જોવા મળતો નથી. આથી મનુષ્ય જીવનની નિશાળમાં પડતાં, આખડતાં, ભાંગી પડતાં, નિરાશ થતાં આ કળા પોતાની જાતે શીખી લે છે. પરંતુ આમાં જીવનનો મોટો ભાગ ખર્ચાઇ જાય છે. આથી નાનપણમાં જ બાળકને દરેક પરિસ્થતિમાં સ્વસ્થ રહેતાં શીખવવામાં આવે તો તે પોતાના જીવનનો ઘણો ઝડપી વિકાસ કરી શકે.

પ્રત્યેક મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ તો આવવાના જ કેમ કે સંઘર્ષ એટલે જ જીવન વિપરીત સંજોગોથી જે હતાશ અને નિરાશ થઇ જાય છે. તેઓ જીવનમાં આગળ વધી શકતા નથી. આથી દરેક પ્રકારના સંજોગોમાં મનને સ્વસ્થ રાખીને જેઓ કર્મ કરતાં રહે છે, તેઓ જ જીવનના યુદ્ધમાં વિજયી બને છે. જીવનના દરેક પ્રકારના સંજોગોમાં સ્થિર રહેવું કેવી રીતે?

દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહેવાની કળા આપણને યોગાભ્યાસ અને ગીતાજી શીખવે છે. પ. પૂ. ગુરુદેવ કાયમ કહે છે કે યોગ સાધન અને ગીતાજીનું આત્મજ્ઞાન (સ્થિતપ્રજ્ઞના લક્ષણો) જીવનમાં ઉતારવા એ સાધ્ય છે, લક્ષ્ય છે. સાધન એ સાધ્યની પ્રાપ્તિ માટે છે. માત્ર મનોરંજન કે દેહબુદ્ધિ સુધી નથી.

આપણે સૌ યોગથી શારીરિક, માનસિક શુદ્ધિ પ્રાપ્ત કરી ગીતાજીના આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. પ્રભુ સૌનું મંગલ કરે.