अग्ने नय सुपथा राये अस्मान्,।
विश्वानि देव वयुनानि विद्वान्॥
युयोध्यस्मज्जुहुराणमेनो,।
भूयिष्ठां ते नमउक्तिं विधेम॥

ईशावास्योपनिषद् 18

પદચ્છેદ : अग्ने, नय, सुपथा, राये, अस्मान्, विश्वानि, देव, वयुनानि, विद्वान्, युयोधि, अस्मत्, जुहुराणम्, एनः, भूयिष्ठाम्, ते, नमउक्तिम्, विधेम॥

અન્વય  : अग्ने, अस्मान्, राये, सुपथा, नय, देव, विश्वानि, वयुनानि,
विद्वान्, अस्मत्, जुहुराणम्, एनः, युयोधि, ते, भूयिष्ठाम्, नमउक्तिम्, विधेम॥

અર્થ   : હે અગ્નિદેવ! અમને કર્મફળના ભોગ માટે સન્માર્ગે પ્રેરો. (એટલે કે પરમ ધનસ્વરૂપ પરમાત્માની સેવા કરવા તમે અમને ઉત્તરાયણ માર્ગથી લઇ જાવ.) હે દેવ! તમે અમારા સંપૂર્ણ જ્ઞાન અને કર્મોના જ્ઞાતા છો. અમારા આ માર્ગના પ્રતિબંધક એટલે કે કુટિલ કર્મોનો તમે નાશ કરો. (હું) તમને વારંવાર વિનયપૂર્વક નમસ્કાર કરું છું.