શાંતિપાઠ
સ્વાધ્યાય એટલે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન,‘સ્વ’-નું અધ્યયન, ઉપનિષદોનું અધ્યયન – આ અધ્યયન શરૂ કરીએ છીએ ત્યારે મંત્રના અને પ્રાર્થનાના અંતમાં “ૐ શાંતિ: શાંતિ: શાંતિ:” બોલવામાં આવે છે. આ ત્રણ વખત શાંતિ: શાંતિ: શાંતિ: બોલવાનું કારણ એ છે કે એ બોલનારને ત્રણ પ્રકારના દુ:ખોમાંથી મુક્તિ મળે–
૧) આધ્યાત્મિક શાંતિ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ વિગેરે શરીર અને મન સાથે જોડયેલા છે, તેમાંથી નિવૃત્તિ એટલે અધ્યાત્મિક શાંતિ;
૨) આધિદૈવીક શાંત – કુદરતી પરિબળો જેવાં કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, આગ લાગવી જેવા દુ:ખો ઉદ્ભવે તેનાથી શાંતિ મળે, એ આધિદૈવીક શાંતિ; અને
3) આધિભૌતિક શાંતિ – ભૌતિક સુખ સગવડના સાધનોથી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી વિગેરેથી દુઃખો થાય તેનાથી નિવૃત્તિ એ આધિભૌતિક શાંતિ છે.
દાન અને સેવાની સમજ
એક દિવસ ગુરુ નાનકજીને કોઈએ પૂછ્યું હું આટલો બધો ગરીબ કેમ છું? ગુરુ નાનકજીએ કહ્યું “તું એટલા માટે ગરીબ છે કે તેં કોઈનેદાન નથી આપ્યું.” ત્યારે એ માણસેકીધું કે“મારી પાસે આપવા માટે તો કંઈ જ નથી”, ત્યારે નાનક ગુરુજીએ કહ્યું, “અરે બેટા! તું કોઇનીસામે જોઈને ગંભીર થયા વગર હસ તો ખરો!તું કોઈની પ્રશંસા તો કર, બીજાનું સારું થાય તેવા બે શબ્દો તું બોલી શકે, કોઈ પણજાતની ઓળખ વગર બીજાની સહાય કરવા તો તું જા, આમાં તારે ક્યાં પૈસાનો ખર્ચ કરવો પડે? જો બેટા, દાન આપવું હોય સેવાકરવી હોય તો એ મન, વચન અને કર્મથી પણ કરી શકાય છે; અને તું કહે છે કે મારી પાસે કંઈ જ નથી! પરંતુ બેટા, સાંભળ, આત્માનીગરીબી જ વાસ્તવિક ગરીબી છે, બાકી પ્રાપ્ત કરવાનો અધિકાર એને જ છે કે જે બીજાને આપે છે.
સારાં કર્મોનું વળતર – ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત
દિવાળીનો દિવસ હતો, ઘરના બારણે અચાનક ડોરબેલ વાગી, મેં બારણું ખોલ્યું, જોયું તો સામે સુટ-બુટ અને બેગ સાથે એક ભાઇસ્માઈલ સાથે મારી સામે ઉભા હતા.
મેં કહ્યું “બેટા કોનું કામ છે?”એ હસીને બોલ્યો, “તમારું”. મે કીધું, “પણ મેં તમને ઓળખ્યા નહીં”. એ સજ્જન બોલ્યા, “વડીલ,સારાં કાર્ય કરનાર પોતાના સારાં કાર્યોની નોંધ કદી રાખતાં નથી, એ સત્કાર્યો કરી ને ભૂલી જતાં હોય છે, પણ તેમના કાર્યોની નોંધ
ભગવાન જરૂર રાખતા હોય છે.”
આટલું બોલી, એ ભાઈ મને પગે લાગ્યો.
મેં પૂછ્યું “આપનું નામ?”
“શ્યામ”.
“આવ બેટા, અંદર આવ.”મેં તેમને અંદર બોલાવ્યા, એસોફા પર બેઠાં, અને ટેબલ ઉપર એની બેગ ખોલી, ફ્લેટની scheme નું બ્રોશર કાઢ્યું, અને શ્યામ બોલ્યો, “વડીલ, તમે નવરાત્રિમાંઅમારા ફ્લેટની સ્કીમ જોવા આવ્યાં હતાં, એ જ આ સ્કીમ છે; તમને C- 503 નંબર નો રોડ તરફ બાલ્કની વાળો ફ્લેટ ગમ્યો હતો,બરાબર ને?”
મેં કહ્યું, “હા બેટા, પણ એ ફ્લેટ મારા બજેટ બહારની સ્કીમ છે.”કશું બોલ્યા વગર શ્યામેફ્લેટની ચાવી કાઢી, મનેપગે લાગ્યો, અને ચાવી મારા હાથમાં મૂકી.
“અરે ભાઈ, તમારી પૂરી ઓળખ વગર આ ચાવી મારે ના જોઈએ, મેં તમને કીધું ને કે એ ફ્લેટ મારી કેપેસિટીની બહારની વાત છે,આ સ્કીમ મારે માટે ફક્ત સ્વપ્ન સમાન જ છે.”
“પણ તમારી પાસે રૂપિયા કોણે માંગ્યા? વડીલ, ૨૦ વર્ષ પહેલાની દિવાળી તમે યાદ કરો,”શ્યામ બોલ્યો, “એક યુવાનને તમે નદીનાપુલ ઉપરથી પડતો રોક્યો હતો, એ યુવાન હું જ છું; એ વખતના તમારા શબ્દો અને આર્થિક મદદ હું જિંદગીભર કેમ ભૂલી શકું? તેસમયે તમે મને કીધું હતું ને, ‘આવું અવિચારી પગલું ભરતાં પહેલાં એટલું તો વિચાર કે ઘરે તારી કોઈ રાહ જો’તું હશે.આવું પગલુંલેવાનું કારણ?”
શ્યામ બોલ્યો “આજે દિવાળી છે, પગાર કે બોનસ કાંઈ મળ્યું નથી, રોજ પત્ની અને બાળકોને વાયદા કરતાં આજેદિવાળી પણ આવી ગઈ; હું ઘરે ખાલી હાથે કેવી રીતે જઈ શકું? ત્યારે તમે મને કીધું હતું, ‘બેટા, પિક્ચરને કંટાળાજનક સમજીવચ્ચેથી જ પિક્ચર છોડીને જતા રહેવાનું નહીં, પિક્ચરની ખરી મઝા ઇન્ટરવલ પછી પણ હોઈ શકે, જિંદગી માટે પણ આવું જ છે.”
ત્યારે તમે મારો હાથ પકડી, તમે જે મંદિરે જઈ રહ્યા હતાં ત્યાં મને લઈ ગયા, તમે પાંચ મિનિટે માતાજીના મંદિરે પ્રાર્થના કરી, પછીમને કીધું, ‘બેટા, અહીં સાચા દિલથી પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થાય છે, તું આંખ બંધ કરીને અનુભવ કરી લે…”
ત્યારે મેં એ દિવસે આંખો બંધ કરીને મા-ને પ્રાર્થના કરી ‘હે મા, મારી ઝોળી ભરી દે, હું ઘરે ખાલી હાથે કઈ રીતે જઈશ? મદદ કરો મા,મને મદદ કરો’ત્યારે તમે મને પૂછયું, ‘બેટા, શું માંગ્યું?’મેં ભીની આંખે કીધું‘પગાર અને બોનસ માંગ્યાં.’તમે કીધું,‘કેટલી રકમથાય છે?’મેં કીધું “રૂ ૨0,000’; ત્યારે તમે મને મારા હાથમાંરૂ.૨0,000 રૂપિયા મૂકી ને બોલ્યા હતાં,‘અહીં જાગતી મા બેઠી છે,જીંદગીમાં મા-નો હાથ અને સાથ ક્યારે’ય છોડતો નહીં, તારા દરેક કાર્યો પૂરાં થશે.’‘એ દિવસે તમે મને કીધુંહતું,‘મારો પગાર વધ્યો એતફાવતની ચેઢેલી રકમ મા-ના ચરણમાં મૂકવા હું આવ્યો હતો, મેં માને તે દિવસે કીધું કે હે મા! આ રકમની તારા કરતા આ નાનાબાળકને વધારે જરૂર છે, તો આ રકમ હું એને આપું છું.’
આજે પણ એ પવિત્ર મંદિરની જગ્યા અને એ પવિત્ર વ્યક્તિને હું ભૂલ્યો નથી, વડીલ, આ ચાવીની મારી નજરમાં કોઈ જકિંમત નથી; જો તમે એ દિવસે મનેઆત્મહત્યા કરતા રોક્યો નહીં હોત તો? તમે ફ્લેટની સ્કીમ જોવા આવ્યા ત્યારે મેં તમને ઓળખીલીધા હતા, અને તમારી તમામ માહિતી ઓફિસમાં રેકોર્ડ ઉપર રાખવા મેં મારા સ્ટાફને કીધુ હતું…’
“…પણ, અરે બેટા! મેં કોઈ અપેક્ષાસાથે તને મદદ કરી નહોતી, મા જે તરફ ઈશારો કરે ત્યાં મદદ કરી ‘,દોએવું હું ઘણા વખતથી માનતો થયો છું, હવે મંદિરોને રૂપિયાનીજરૂર નથી.”
શ્યામ ઉભો થયો, હાથ જોડી બોલ્યો, “વડીલ, ફ્લેટની ચાવી તમારે રાખવી જ પડશે, મારા આ કાર્યને મા-નો ઈશારો સમજી મનેતમારા આનંદનો ભાગીદાર બનાવવો.”
અમારી સામે હાથ જોડીને શ્યામ બોલ્યો, “વર્ષો પહેલાં આ મહાન વ્યક્તિએ મારી દિવાળીના દિવસો આનંદથી ભરી દીધાં હતાં,આજે આપણે બધાં તમારા નવા ઘરમાં પગ મૂકી આનંદથી દિવાળીની ઉજવણી કરીએ.”
તો મિત્રો, સારા કે ખરાબ કર્મોની ભલે આપણે નોંધ ના લે’તા હોઇએ, પરંતુ ઉપરવાળાનો હિસાબ એકદમ ચોખ્ખો હોય છે. હા,તેની આપવાની અને કદાચ ક્યારે’ક બધું લઈ લેવાની રીત અલગ-અલગ હોય છે તેથી, જો એ આપવા બેઠો તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેબધું આપશે, અને જો લે’શે તો બધું જ લઈ લે’શે, પરંતુ એ બધું જ આપણા કર્મોનું ફળ હોય છે, માટે પ્રત્યેક કર્મ પરમાત્માની પૂજામાનીને કરીશું તો ખોટું કામ કરતાં જરૂર સંકોચ થશે.
(સાભાર – સંવેદનાના ઝરણાઓ)
વિશ્વ શાંતિ
સુખ એ શાંતિનો પરિપાક છે. સાચા સુખ માટે શાંતિમય પરિસ્થિતિ આવશ્યક છે. શાંતિ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે, જેને આપણે પરમાત્મારૂપે જાણીએ અને સ્વીકારીએ છીએ. એ વ્યાપક પરમાત્મા અપાર, અવિનાશી અને અસીમ શાંતિનું જ સ્વરૂપ છે. પરમાત્મા દિવ્ય શાંતિ અને પરમ આનંદના અનંત સાગર-રૂપ છે.
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદજી મહારાજ કહેતા કે, “બેટા, શાંતિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, તમે પોતે જ શાંતિના સ્વરુપ છો, સ્વભાવરૂપ છો; તમારા અંતરના ઊંડાણમાં એક આંતરિક કેન્દ્ર જે છે એ વૈશ્વિક ચેતનાના એક અંશરૂપ છે, એટલે જ તમારો મૂળભૂત સ્વભાવ, તમારું નિજરૂપ એ પ્રગાઢ શાંતિ રૂપ છે; શાંતિ જશાશ્વત, અપરિવર્તનશીલ સત્તા છે,સર્વત્ર કેવળ શાંતિ જ પ્રવર્તે છે, સ્વયંભૂ પણ શાંતિ સ્વરૂપ જ છે.
પ્રભુની શાંતિ તો સદાકાળ, નિત્ય, નિરંતર શાશ્વત છે જ,પરંતુ માણસ એ પરમશાંતિની ઉપર વૈયક્તિક, સામૂહિક અજંપો, ઘૃણા, ભય, હિંસા, અસલામતી, સંઘર્ષને અને યુદ્ધને ફેલાવી દે છે. પ્રેમ અને પરસ્પર સમજણ, આપસી મનમેળની આપ-લે કરી શાંતિ, સુમેળ સાધવાને બદલે આપણે હિંસાનો માર્ગ અપનાવીએ છીએ; આપણા સ્વભાવમાં રહેલી પાશવીક, જંગલી વૃત્તિઓને નિર્મૂળ કરવામાં આપણે સફળ બન્યા નથી.આપણને આપણી આજુબાજુ જે કલેશ, સંઘર્ષ, હિંસા અને યુદ્ધ દેખાય છે તે ઈશ્વરી સંદેશની ઘોર અવગણનાને કારણે છે. ભગવાન તો પોતાનો દિવ્ય સંદેશો પયગંબરો દ્વારા, સાધુ-સંતો દ્વારા મોકલાવ્યા જ કરે છે કે માણસે શુભાશય, સુમેળ અનેમૈત્રીના પંથે ચાલવું જોઈએ પરંતુ માણસ આ પરમ સંદેશની અવહેલના કરે છે.
માણસે વૈશ્વિક સત્તાની અખંડતાને ઓળખવી, પારખવી જોઈએ અને એના પરિણામરૂપે માનવબંધુત્વની એકતાને પણ પારખવી જોઈએ. આપણે બધાં જ પરમ-વ્યાપક વિશ્વચેતનાના સંતાન છીએ, અને પરમ ચેતના તો એક અગાધ, અદ્વિતીય સત્તા છે – આ વાત કદી ભુલાવી ના જોઈએ.
પ્રત્યેકમનુષ્ય ખરેખર સમસ્ત માનવજાતિના બાંધવરૂપે જ છે, સમસ્ત માનવજાતિ એક વિશાળ પરિવાર છે અને માનવ-માનવ એક-મેકના બંધુ જછે, તમામ અસ્તિત્વ સાથે તમે એકરૂપ, અભિન્ન છો. જીવમાત્રનું સર્વસાધારણ કેન્દ્રબિંદુ એ પરમ ચેતના જ છે. આ તથ્યની ઓળખ અને સક્રીય સ્વીકૃતિ જ વિશ્વ શાંતિસ્થાપવાની સાચી ચાવી છે.
પ્રાર્થના એક મહાન શક્તિ છે, એ જ માણસની અંદર અને સમાજમાં શાંતિ સ્થાપી શકે કારણ કે પ્રાર્થના આપણા અંતરાત્માને એ વિશ્વચેતના સાથે જોડી શકે છે, એ વિશ્વચેતના સ્વભાવે પ્રગાઢ શાંતિ જ છે, એટલા જ માટે એકધારી, નિત્ય પ્રાર્થના દ્વારા, વ્યક્તિગત અને સામૂહિક નિર્અહંકારી,નિઃસ્વાર્થપ્રાર્થના દ્વારા જ વિશ્વશાંતિ સ્થાપવાના શુભ અનિવાર્ય કાર્યમાં આગળ વધી શકાય.
સૌના જીવનમાં સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય તેવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના!
ઓમ નમો નારાયણાય.