ઉનાળો શરૂ થઈ ગયો છે. દરરોજ તાપમાનનો પારો નવી ઊંચાઇઓ સર કરી રહ્યો છે. મોટા ભાગના લોકો આ વાતાવરણમાં હાઈડ્રેટ અને લો એનર્જી અનુભવે છે ત્યારે લાગે છે કે ઉનાળો આપણને સંપૂર્ણપણે શોષી લેશે. પરંતુ કુદરત પણ તેની તૈયારી સાથે આવે છે. માટીથી લઈને ઠંડાં પાણી, ફળફળાદી, શેરડીનો રસ વગેરે પ્રયાસોથી માણસ શીતળતા ઝંખતો હોય છે. આપણા શરીરને ઠંડક અને એનર્જી લેવલને સ્ટેબલ રાખે તેવા ખોરાકની આપણી પ્લેટમાં જરૂર છે. તો આવો આ ઉનાળામાં પૂરતી ઠંડક આપે તેવા ફળ-ફળાદીનો આપણી થાળીમાં સમાવેશ કરીએ.
૧. કાકડી
ઠંડકનું પ્રમાણ ખુબજ વધારે હાઇ ફાઇબર ઓછી કૅલરી એંટીઓક્સીડેંટ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરેં છે. વિટામિન સી અને કે વધુ પ્રમાણમાં હોય છે વધારે પ્રમાણમાં પાણી હોવાથી વજનને કંટ્રોલ કરવામાં મદદ કરેં છે.
કેવી રીતે ઉપયોગ કરી શકાય?
દહીંમાં છીણીને રાયતું બનાવી શકાય, કાકડીનો જ્યુસ અથવા ઠંડો સૂપ બનાવી શકાય, પાણીના જારમાં મુકીને તે ડીટૉક્સ થયેલું પાણી આખા દિવસ દરમિયાન પી શકાય, સલાડમાં ઉપયોગ કરી શકાય.
૨. દ્રાક્ષ
માઈગ્રેન અને કબજિયાતને દૂર કરેં છે. વિઝન, અસ્થમા અને સ્કિન માટે ખૂબ જ સારી છે. એન્ટી એજિંગ તરીકે કાર્ય કરેં છે તેમાં લો કોલેસ્ટ્રોલ સેચુરેટેડ ફેટ્સ છે સનબર્ન થી રક્ષણ આપે છે. સોડિયમ વિટામિન સી તેમજ કે નો સ્ત્રોત છે.
કચુંબર તેમજ દહીંમાં ઉમેરી શકાય સફરજન સાથે મિક્સ કરીને જ્યુસ કરવાથી ખૂબ જ ફ્રેશનેસ આપે છે અને સીધી ખાઈ શકાય
૩. તડબૂચ
તડબૂચ ગરમીમાં માત્ર આપણી તરસજ છીપાવતુંનથી પણ સાથે સાથે ભૂખને પણ શાંત કરેં છે. ઘણા બધા પોષક તત્વોથી ભરેલું આ ફળ છે. ફાઈબર પોટેશિયમ આયરન વિટામિન એ, સી, બી-નો ખજાનો છે. તેમાં રહેલું લાઇકોપિન તત્ત્વના લીધે તેનો રંગ લાલ છે અને એંટીઓક્સીડેંટ તરીકે કામ કરેં છે તડબૂચનો જ્યુસ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલના સંચય ને રોકી શકાય છે. વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તડબૂચની ચીરીઓ કરી સ્ટેટર ચીજ સાથે ખાઈ શકાય જ્યુસ અને સલાડ પણ બનાવી શકાય.
૪. ફાલસા
ઉનાળામાં મળતું નાનું ગોળ કાળા રંગનું ખાટું મીઠું ફળ ગરમીમાં શીતળતાનો અહેસાસ કરાવે છે.ફાલસામાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ તેમજ વિટામિન એ, સી, બી1, બી2 અને બી3 હોય છે. તે શરીરમાં સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડની માત્રાને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરેં છે, ફાલસાના ફળનો રસ પીવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, શરદી તેમજ શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાની મજબૂતાઈ માટે ઉત્તમ છે. ફાલસાનું શરબત બનાવીને પી શકાય.
૫. કેરી
ફળોના રાજા કેરીને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ. કેરી વિટામિન એ અને સીથી ભરપૂર ફળ છે. તેમાં રહેલા ફાઇબર રોગો સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસાવે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરેં છે. કેરીનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે. તેમજ કાચી કેરીનો રસ પીવાથી ઉનાળામાં સનસ્ટ્રોકથી બચી શકાય છે. કાચી કેરીનું ફાઇબર શરીરમાં રહેલી વધારાની ચરબીને ઘટાડે છે. તેમજ લિવરની તકલીફમાં સુધારો કરેં છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને લોહીના વિકારોને દૂર કરેં છે.
કાચી કેરીનું શરબત બાફલો કાચી કેરીનું કચુંબર અથાણાં તેમજ ચટણી બનાવી શકાય પાકી કેરીનો રસ અમૃત સમાન છે.