ब्रह्मभ्भोधिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययं,।
श्रीमच्छम्भुमखेन्दु सुन्दरवरे संशोभितं सर्वदा
संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनं,।
धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम्॥

किष्कन्धाकांड श्लोक 2

પદચ્છેદ        : ब्रह्माभ्भोधिसमुद्भवम्, कलिमल-प्रध्वंसनम्, च अव्ययम्, श्रीमत् – शम्भु मुखेन्दु – सुन्दरवरे, संशोभितम्, सर्वदा, संसारामय – भेषजम्, सुखकरम्, श्रीजानकी-जीवनम्, धन्याः, ते, कृतिनः, पिवन्ति, सततम्, श्रीरामनाम-अमृतम् ॥

અર્થ   : જે વેદરૂપી સમુદ્ર(ના મંથન)થી ઉત્પન્ન થયેલ કળિયુગના મળને સર્વથા નષ્ટ કરી દેનાર, અવિનાશી, ભગવાન શ્રીશંભુના સુન્દર તેમજ શ્રેષ્ઠ મુખરૂપી ચંદ્રમામાં સદા શોભાયમાન, જન્મ-મરણરૂપી રોગના ઔષધ, સર્વને સુખ આપનાર અને શ્રીજાનકીજીના જીવનસ્વરૂપ શ્રીરામનામરૂપી અમૃતનું જેઓ નિરન્તર પાન કરતાં રહે છે તે સુકૃતિ (પુણ્યાત્મા પુરુષ) ધન્ય છે.